
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વરમાં મા શારદા ભવન ઓડિટોરિયમ ખાતે કાકા-બા હોસ્પિટલ, બ્રહ્મા કુમારીઝના સહયોગથી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સીએસઆર વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત માં યુવાનોને હાનિકારક વ્યસનો છોડી આધ્યાત્મિકતા અને સકારાત્મકતાનો માર્ગ અપનાવવા પ્રોત્સાહન આપતાં સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનાર માં અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ,ભરૂચ ના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ ના આરએસી એન.આર ધાંધલ અને ઓએનજીસી ના એસેટ મેનેજર વિજય કુમાર ગોખલે ઉપસ્થિત રહ્યાં





“અંકલેશ્વરમાં મા શારદા ભવન ઓડિટોરિયમ ખાતે કાકા-બા હોસ્પિટલ, બ્રહ્મા કુમારીઝના સહયોગથી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સીએસઆર વિભાગ દ્વારા આધ્યાત્મિકતા દ્વારા સશક્તિકરણ: બીટિંગ એડિક્શન એન્ડ બુસ્ટિંગ પ્રોડક્ટિવિટી” વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં બ્રહ્મા કુમારીઝના જાણીતા આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર શિવાની દીદી ઉપસ્થિત રહ્યા હતા .અને તેઓ એ ગહન સમજ અને માર્ગદર્શન દ્વારા યુવાનોને વ્યસનમુક્તિ માટે પ્રોત્સાહન આપતાં જીવનમાં આધ્યાત્મિકતા અને સકારાત્મકતા અપનાવવા માટે પ્રેરણા આપી છે. તેમણે “આધ્યાત્મિકતા પરિપૂર્ણ જીવનની શોધમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તે માત્ર વ્યસનોથી મુક્ત થવામાં મદદ જ નહિં પરંતુ એકંદર સુખાકારીમાં ફાળો આપીને હકારાત્મક માનસિકતા કેળવવામાં પણ મદદ કરે છે”તેવું જણાવ્યું હતું સેમિનારમાં અંકલેશ્વર અને આસપાસના સ્થળોના 600થી વધુ લોકો, મુખ્યત્વે કિશોરો અને યુવાનો જોડાયા હતા. આ સેમિનાર માં ઈન્દ્રશીલ કાકા-બા અને કલા બુધ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડોકટર ભરત ચાંપાનેરિયા ,વિશ્વ હિન્દૂ પરિષદ ના આગેવાનો નગર પાલિકા ના સભ્યો સહીત કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, ના અધિકારીઓ તેમજ વ્યસન મુક્તિની સારવારમાં નિષ્ણાત તબીબો ,અને ઉપસ્થિત રહ્યા હતા.