

શૈશવ રાવ નર્મદા
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ શ્રી ડૉ પ્રશાંતભાઈ કોરાટ સાહેબ જી એ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા અને સાગબારા તાલુકાની મંડળ યુવા મોરચાની કારોબારી માં ઉપસ્થિત રહી યુવાનોને માર્ગદર્શન આપ્યું તેમજ હાલમાં ચાલતી યુવા મોરચાની વિસ્તારક યોજનામાં શક્તિકેન્દ્ર માં જઈને યુવા શક્તિકેન્દ્રના સંયોજક ના ઘરે જઈ નેમ પ્લેટ લગાવી અત્યાર સુધીમાં સૌ પ્રથમ વાર પ્રદેશ યુવા મોરચા ના અધ્યક્ષ ડૉ પ્રશાંતભાઈ કોરાટ મંડળ ની કારોબારીમાં ઉપસ્થિત રહ્યા ગુજરાત ના પહેલા એવા પ્રમુખ જે મંડળ કારોબારીમાં જઈને મંડળ ના યુવાનોને માર્ગદર્શન કરે છે. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત જિલ્લાના યુવા નેતા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી નીલભાઈ રાવ,વિક્રમભાઇ તડવી,જિલ્લા યુવા મોરચા પ્રમુખ ગૌરાંગ બારીયા,જિલ્લા યુવા મોરચા પ્રભારી હરકિશન જયાની તેમજ જિલ્લાનાં મહમંત્રી શહિત તાલુકા ના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.