

વિકાસ સંકલ્પ યાત્રા.રિપોર્ટ : બીના પટેલ.
સરકારની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોચાડે અને આ અંગે જાગૃતિ આવે તેવા શુભ આશયથી આણંદ વિધાનસભાના લાંભવેલ ગામે આયોજીત વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ અને આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી દીપલબહેન રાઠોડ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબહેન પટેલ, સરપંચ શ્રી સ્વેતાબહેન પટેલ, પ્રદેશ અધિકારી શ્રી વિમલભાઈ બારોટ, જિલ્લા અધિક આરોગ્ય અધિકારી શ્રી પૂર્વીબહેન નાયક, આણંદ તાલુકા મહામંત્રી શ્રી મિલનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાંધલી ગામના સરપંચ શ્રી ભરતભાઈ સોલંકી.કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ, ભાઈઓ, બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.