સચિન ખાતે એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગવાની ઘટનાને લઈ ડાંગના બે હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા આવી પડેલી આપત્તિ માટે પ્રાર્થના કરવામાં આવી..

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લામાં ૩૦થી૩૫ વર્ષ પહેલાથી ડાંગ જિલ્લાનું નિરીક્ષણ કરી વર્ષોથી પ્રવાસ કરતા એથર ઇન્ડસ્ટ્રીયલ કંપનીના માલિક અશ્વિનભાઈ દેસાઈ કે જેમણે આદિવાસી વિસ્તારોમાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રયાસ કરેલ છે હાલના તબક્કે ડાંગ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત જણાતા ડાંગ જિલ્લાની એકમાત્ર સેલ્ફફાઇનાન્સ કોલેજના વિદ્યાર્થીઓને હાલમાં તમામ કોર્ષના એક હજારથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ, ભોજન સહિત વનવાસી વિકાસ મંડળ વઘઇ સંચાલિત અલગ અલગ સંસ્થાઓમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓને હોસ્ટેલનું બાંધકામનું કાર્ય શરૂ કરેલ છે અને પુરુ પણ કરેલ છે સાથે સાથે ભોજનની વ્યવસ્થા,નર્સિંગના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે બસની વ્યવસ્થા ઉભી કરેલ છે, આવા ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે પિતા સમાન અશ્વિનભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને દત્તક લઇને વિદ્યાર્થીઓ માટે પોતાના જ બાળકો સમજીને દરેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે ત્યારે આગની ઘટના દરમિયાન જણાતા ડાંગની શૈક્ષણિક સંસ્થાઓમાં વનવાસી વિકાસ મંડળ વઘઇ સંચાલિત રિદ્ધિ સિદ્ધિ માધ્યમિક કન્યા છાત્રાલય આંબાબારી, ગણેશ માધ્યમિક કુમાર છાત્રાલય આંબાબારી, વિષ્ણુ માધ્યમિક કુમાર છાત્રાલય કાલીબેલ,આશ્રમ શાળા ભેંસકાત્રી,વનરાજ હાઇસ્કૂલ કાલીબેલ સહિત ડાંગ સ્વરાજ આશ્રમ કાલીબેલ, ડુંગરડા આશ્રમ શાળા- છાત્રાલય, સેલ ફાઈનાન્સ નર્સિંગ, BRS અને IT કોલેજ કુકડનખી,કલમકૂઇ હાઇસ્કૂલ બાજીપૂરા, સત્ય સાંઈ સ્કુલ ઓફ નર્સિંગ અને સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ, ખાદી કુટિર કન્યા હાઇ સ્કૂલ વેડછી,વિનોબા આશ્રમશાળા ગડતના વિધાર્થીઓ દ્વારા એથર ઇન્ડસ્ટ્રીઝ કંપની ઉપર આવી પડેલી આપતિઓમાં એક પિતા સમાન મહાન વ્યક્તિની લાગણીને લઈ વિદ્યાર્થીઓ દ્વારા સમુહ પ્રાર્થના કરવામાં આવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *