



અંકલેશ્વર એસ ટી ડેપો ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરાય ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહીત નગર પાલિકા ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા એસટી બસ માં કચરા પેટી મુકવામાં આવી
કમલમ્ ન્યુઝ નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા ના ભાગ રૂપે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિ માં સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવા માં આવ્યું હતું .સાથે એસટી બસ માં કચરા પેટી પણ મુકવામાં આવી હતી આ સફાઈ ઝુંબેશ માં નગર પાલિકા ના સભ્યો અને એસટી ડેપો ના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા .સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા ના ભાગરૂપે અંકલેશ્વર એસટી ડેપો દ્વારા શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન હેઠળ એસટી ડેપો ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિ માં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું આ સફાઈ ઝુંબેશ માં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ , અંકલેશ્વર ના ડેપો મેનેજર જગદીશ ગાવીત નગર પાલિકા ના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત સહીત પાલિકા ના સભ્યો અને એસટી ડેપો ના કર્મચારીઓ એ ડેપો ની સાફસફાઈ હાથ ધરી હતી તેમજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે એસટી બસો માં કચરા પેટી મુકવામાં આવી હતી અને મુસાફરો ને પણ કચરો બસ માં કે બસ ની બહાર ન ફેંકી બસ માં મુકેલ કચરા પેટી માં નાખવા અપીલ કરી હતી ,આ સફાઈ ઝુંબેશ કાર્યક્રમ માં વિભાગીય પરિવહન અધિકારી સ્નેહા પટેલ ,સહીત નગર પાલિકા ના કર્મચારીઓ અને સફાઈ કામદારો હાજર રહ્યાં હતા