ગુજરાતના ગરબાને કલ્ચર હેરિટેજનો દરજ્જો મળતા હિંમતનગર ખાતે ગરબા ઓફ ગુજરાત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ઇકબાલ મેમણ હિંમતનગર
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત જિલ્લા કક્ષાના “ગરબા ઓફ ગુજરાત” નિમિત્તે ગ્રોમોર કેમ્પસ,હિંમતનગર ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને કલ્ચર હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. યુનેસ્કો દ્વારા આપણી ભવ્ય વારસાને મળેલી સ્વીકૃતિની ઉજવણીના ભાગરૂપે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ભારતની ૧૪ પરંપરા અને સાંસ્કૃતિક વિરાસતને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યુ છે. જેમાં હવે ૧૫મા નંબરે ગુજરાતનો ગરબો છે. ગુજરાતની આ વિરાસત વૈશ્વિક સ્તરે પહોંચી છે. જેને સાબરકાંઠા વાસીઓએ ઉમંગભેર વધાવી હતી. આ કાર્યક્રમમાં બોત્સવાના ખાતે યુનેસ્કો દ્વારા યોજાયેલ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભૂમિકાબેન પટેલ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી મહેશભાઇ ચૌધરી, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ત્રિવેણી સરવૈયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી આશાબેન પટેલ તેમજ મોટી સખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *