રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડના ભદેલી જગાલાલા ગામની ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરાયું

વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ભદેલી જગાલાલા (હિંગરાજ) ગામમાં ગ્રામ પંચાયત કચેરીના નિમાર્ણ માટે વલસાડ જિલ્લા પંચાયતના ૧૫માં નાણાંપંચમાંથી રૂ. ૧૩,૯૯,૦૦૦ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ માતબર રકમના ખર્ચે પંચાયતનું મકાન તૈયાર થતા રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *