સ્ટાર્ટઅપ કોન્ક્લેતવ-૨૦૨૩ પ્રિ-વાઇબ્રન્ટષ ઇવેન્ટલનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલું વિકસિત ભારત@૨૦૪૭નું લક્ષ્ય પાર પાડવા સ્ટાર્ટઅપ ઇનોવેશન-નવાચારને અગ્રતા આપી છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ટેલેન્ટ પુલના સામર્થ્યને પ્રોત્સાહન આપી વિકસિત ભારત@૨૦૪૭નું લક્ષ્ય પાર પાડવા માટે સ્ટાર્ટઅપ ઇનોવેશન-નવાચારને અગ્રતા આપી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ સ્ટાર્ટઅપ, સ્કિલ અને સ્પોર્ટ્સ એમ ‘થ્રી-એસ’ ના કોન્સેડપ્ટથી યુવાશક્તિને ગ્લોબલ કોમ્પિટીશનમાં આગવી ઓળખ આપી છે.

મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં એગ્ઝિબિશન સેન્ટપર ખાતે યોજાઇ રહેલી સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૩ના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે પ્રિ-ઇવેન્ટ તરીકે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે.

સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર્સ તથા એન્જલલ નેટવર્ક્સના વિચારો તથા તકોના આદાન-પ્રદાનના એક સક્ષમ પ્લેટફોર્મ તરીકે આ કોન્ક્લેવ ગુજરાતને દેશ વિદેશ સાથે સાંકળતી આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ તરીકે યોજાઈ રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કોન્ક્લેવમાં સહભાગી યુવા અને ઉત્સાહી સ્ટાર્ટઅપ્સને પ્રેરણા આપતા કહ્યું કે, યુવાઓને પારંપરિક પદ્ધતિના જ્ઞાન-કૌશલ્યથી આગળ વધીને સમયાનુકૂલ ગ્લોબલ પ્રેક્ટિકલ નોલેજ તથા ઇનોવેશન્સિને વાસ્તવિક સ્વરૂપ આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સમયથી બે કદમ આગળનો વિચાર કર્યો છે.

આ માટે વડાપ્રધાનશ્રીએ ૨૦૧૬માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કરાવેલો છે. આ સ્ટાર્ટ અપ ઇન્ડિયાની સફળતાને પગલે ભારત વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ સિદ્ધિ પાછળ વડાપ્રધાનશ્રીની દેશના યુવાઓના સામર્થ્યને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાની ગેરંટી છે. તેમણે નયા ભારતના નિર્માણ માટે જે યુવા કેન્દ્રી યોજનાઓ અને સફળ પ્રયાસો કર્યા છે તેમાં ગુજરાત અગ્રણી રહ્યું છે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાતે ૨૦૧૬માં સ્ટાર્ટઅપ પોલિસી લાગૂ કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પોલિસીની ભૂમિકા આપતાં જણાવ્યું કે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીની સફળતાને પગલે SSIP ૨.૦થી રૂ. ૫૦૦ કરોડના પ્રાવધાન સાથે રાજ્યના યુવાછાત્રોના નવાચાર-ઇનોવેશનને ઇન્ડસ્ટ્રીમાં બદલવા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મિકેનિઝમ રાજ્ય સરકારે આપ્યું છે તથા સર્વગ્રાહી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ડેવલપ કરી છે.

ગુજરાત આ સકારાત્મક પ્રયાસોના પરિણામ સ્વરૂપે સ્ટાર્ટઅપ રેન્કિં્ગમાં સતત ત્રણવાર બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ બન્યું છે તેમ પણ તેમણે ગૌરવ સહ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્ટપ તરીકે આ સ્ટાર્ટઅપ કોન્કલેવ ગુજરાત અને દેશના યુવા સ્ટાર્ટઅપને દુનિયા સાથે જોડવા તેમજ ઇનોવેટિવ આઇડિયાઝ અને નોલેજ શેરિંગ માટે ઉત્તમ માધ્યમ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ગુજરાતના વેપાર ઉદ્યોગની ઇકોસિસ્ટમને ગ્લોબલ મેપ પર ચમકાવવા ૨૦૦૩થી વાઇબ્રન્ટ સમિટની થયેલી નવતર-ઇનોવેટિવ શરૂઆત આજે વટવૃક્ષ રૂપે વિકસી છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી એડિશન સેમિકન્ડનક્ટર, ગ્રીન હાઇડ્રોજન, ઇ-મોબિલિટી જેવા નવા ઉભરતા ક્ષેત્રોને ફોકસ કરીને ‘ગેટ વે ટૂ ધ ફ્યુચર’ ની થીમ સાથે જાન્યુઆરી-૨૦૨૪માં યોજાશે. આ ઉભરતા સેક્ટરમાં પણ યુવા સ્ટાર્ટઅપને પ્રેરિત કરવા વાઇબ્રન્ટ સમિટની આ પ્રિ-ઇવેન્ટજ કોન્ક્લેગવ ઉપયુક્ત બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના આપેલા વિચાર મંત્ર ‘યહી સમય હૈ, સહી સમય હૈ, ભારત કા અનમોલ સમય હૈ’ નો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

આ અનમોલ સમય એવા અમૃતકાળમાં ઇનોવેશન દ્વારા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ સુગ્રથિત કરીને વિકસિત ભારત-ઉન્નત ભારત બનાવવા તેમણે યુવાશક્તિને પ્રેરક આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે હેલિપેડ ગ્રાઉન્ડ-ગાંધીનગર ખાતે “સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૩”નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર અને ગુજરાતના ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રી ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, આઝાદી બાદ ભારતના ઇતિહાસમાં અત્યારે સૌથી સુવર્ણ અને ઐતિહાસિક સમય ચાલી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજીટાઇઝેશન અને ટેકનોલોજીના વિશેષ મહત્વ આપ્યું છે. જેના પરિણામે વર્ષ ૨૦૧૪થી દેશમાં ઇન્વેસ્ટમેન્ટ ઈકોસિસ્ટમ અને ડિજીટલ ઈકો સિસ્ટમ સતત પ્રગતિ રહી છે. એક સમયે કન્ઝ્યુમર તરીકેની ઓળખ ધરાવતા ભારત દેશે છેલ્લા ૯ વર્ષમાં પ્રોડ્યુસર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે.

તેમણે ઉમેર્યું કે, વર્ષ ૨૦૧૪ પહેલા ભારતની અર્થ વ્યવસ્થા માત્ર ત્રણ-ચાર ક્ષેત્રોથી પ્રભાવિત હતી, હવે દરેક ક્ષેત્રો દેશની અર્થ વ્યવસ્થા વિકસાવવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ભારત આજે વિશ્વની સૌથી વધુ ઝડપે વિકસી રહેલી અર્થ વ્યવસ્થા બની છે. આ દાયકો દેશમાં ડિજીટલ અને ટેકનોલોજીની ક્રાંતિનો દાયકો છે. વર્ષ-૨૦૨૬ સુધીમાં ભારતની જીડીપીનો પાંચમો હિસ્સો ડિજીટલ અર્થ વ્યવસ્થાનો હશે. પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજી ક્ષેત્રમાં અનેકવિધ તકો ઉપલબ્ધ બની છે એટલે જ આ સમય સ્ટાર્ટ અપ અને ઈનોવેશન માટેનો શ્રેષ્ઠ સમય છે.

દેશનો આગામી ડિકેડ એ ટેકેડ તરીકે ઓળખાશે એમ કહી તેમણે કહ્યું કે, આવનાર દશકો ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રે મહત્વપૂર્ણ ક્રાંતિ લાવશે. જેના થકી સ્ટાર્ટ અપ અને ઈનોવેશન ક્ષેત્ર સફળતાના નવા શિખરો સર કરશે. સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના “વિકસિત ભારત @૨૦૪૭” ના સ્વપ્નને સાકાર કરવામાં પણ આ દશકાનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે.

આ કોન્કલેવના આયોજન બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવી કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે દેશમાં સ્ટાર્ટ અપના વિકાસ માટે ગુજરાતે આ કોન્કલેવના માધ્યમથી મજબૂત પાયો નાખ્યો છે. જે દેશને નવી દિશા આપશે.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
આરોગ્ય તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વર્ષ ૨૦૦૩ માં શ્રી કરેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે દેશના વિભિન્ન રાજ્યો માટે માર્ગદર્શક બની છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૬ માં શરુ કરેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ આજે દેશમાં ટેલેન્ટ પુલ કરવાનું કામ કરી રહી છે. આઝાદીના સુવર્ણકાળ એટલે કે વર્ષ ૨૦૪૭ સુધીમાં સ્કીલ યુવાનોનું યોગદાન નયા ભારત નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેપિટલ માર્કેટ, રીયલ એસ્ટેટ પછી હવે આઇડિયા માં ઇનવેસ્ટ કરવાનો સમય આવ્યો છે તેમ મંત્રી શ્રી એ કહ્યું હતું.

ગુજરાત સરકારના ભગીરથ પ્રયાસો અને યુવાનોના ટેલેન્ટના પરિણામે સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમમાં ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. જે રાજ્ય કે દેશ ટેલેન્ટ ઉપર ઇનવેસ્ટ કરે છે તેનો વિકાસ નિશ્ચિત છે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ભારપૂર્વક કહ્યું હતું.

ગુજરાત સરકાર તરફથી સૌને આ કાર્યક્રમમાં આવકારતા મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી દેશમાં પ્રથમ છે, અને ગુજરાતમાં આશરે ૯૦૦૦ જેટલા સ્ટાર્ટઅપ છે. ભારતના GDP દરમાં સતત થઈ રહેલા વધારામાં સ્ટાર્ટઅપનું યોગદાન મહત્વપૂર્ણ છે. ગુજરાતના અને દેશના સ્ટાર્ટઅપને તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર પૂરતું પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. પરિણામે આજે દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સતત વિકસી રહી છે. સાથે જ સ્ટાર્ટઅપ અને ઇન્ક્યુબેટર્સની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સ્ટાર્ટઅપ કોન્કલેવ અંતર્ગત ૨૫૦થી વધુ સ્ટાર્ટઅપ દ્વારા પ્રદર્શન રજૂ કરવામાં આવી રહ્યા છે, જે યુવાનોમાં રહેલી ઉદ્યોગ સાહસિકતાને પ્રેરણા આપશે.

કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT)ના સચિવ શ્રી રાજેશ કુમાર સિંઘે પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું કે, ઈનોવેશન, સ્ટાર્ટ અપ અને દેશના સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમમાં ખાનગી ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મજબૂત ઈકો સિસ્ટમ બનાવવામાં ઉદ્દેશ સાથે ભારત સરકારે વર્ષ ૨૦૧૬માં ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ પહેલ શરૂ કરી હતી. ત્યારથી DPIIT એ ૯૯ હજાર જેટલા સ્ટાર્ટ અપને માન્યતા આપી ઉદ્યોગ સાહસિકતાને બમણો વેગ આપ્યો છે.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે “ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન-૨૦૨૩”ના વિજેતાઓને એવોર્ડ – પ્રમાણપત્ર તેમજ “ઇન્વેસ્ટર્સ પિચ”ના વિજેતાઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ i-Hubની કોફી ટેબલ બૂક અને હેકથોન રિપોર્ટ લોન્ચ કર્યો હતો.

શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમારે સ્વાગત વિધિ અને ટેકનીકલ એજયુકેશનના કમિશનર શ્રી બંછાનિધી પાનીએ આભારવિધિ કરી હતી.
ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી પરિમલ પંડ્યા અને વિવિધ સ્ટાર્ટઅપના પ્રતિનિધિઓ સહિત યુવા ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *