તાપી જિલ્લામાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ત્રિ-દિવસીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો શુભારંભ

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

સબ નેશનલ પલ્સ પોલિયો રાઉન્ડના પ્રથમ દિવસના અંતે તાપી જિલ્લામાં કુલ-૬૦૨૯૫ ( ૮૮.૩૧ ટકા) ૦-૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી

વિવિધ પદાધિકારીશ્રીઓ, ચૂંટાયેલા સભ્યો તથા ગામના આગેવાનોના હસ્તે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરી બાળકોને પોલિયો રસી પીવડાવવામાં આવી

તાપી જિલ્લામાં પંચાયત આરોગ્ય શાખા દ્વારા ત્રિ-દિવસીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૫૯,૪૪૪ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવા કૂલ-૫૩૧ બુથ,૩૩ ટ્રાન્ઝીટ ટીમ, ૧૩ મેળા બજાર ટીમ,૧૧ મોબાઈલ ટીમનું આયોજન કરવામાં આવેલ હતુ.

જેમાં તાલીમબધ્ધ ૨૨૩૮ પેરા મેડીકલ સ્ટાફ તથા આશા બહેનો મારફત પોલિયો રસીકરણની કામગીરી કરવામાં આવી હતી.

જેમાં સબ નેશનલ પલ્સ પોલિયો રાઉન્ડના પ્રથમ દિવસના અંતે કુલ-૬૦૨૯૫( ૮૮.૩૧ ટકા) ૦-૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવ્યો હતો.

સબ નેશનલ પલ્સ પોલિયો રાઉન્ડના પ્રથમ દિવસે જીલ્લાના તમામ બુથ પર પદાધિકારીશ્રીઓ, ચુટાયેલાં સભ્યશ્રીઓ, ગામના આગેવાનો દ્વારા પોલિયો બુથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.

જેમાં સોનગઢ તાલુકાના આમલીપાડા ગામેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના વરદ હસ્તે બાળકોને પોલિયો રસી પીવડાવી શુભારંભ કરવામાં આવ્યો હતો .તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલિમસિંહ વસાવાએ ગવાણ ખાતે ધારાસભ્યશ્રી ડૉ જયરામભાઈ ગામીત સાકરદા ખાતે ઉપસ્થિત રહી બાળકોને પોલિયો ડ્રોપ પીવડાવી પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

જીલ્લા પંચાયત, આરોગ્ય અધ્યક્ષશ્રી,મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ એ.વસાવા અને જીલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી વિવિધ બુથ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

જીલ્લાના અલગ અલગ બુથ અને સેશન સાઈટની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યુ હતુ. તાપી જીલ્લામાં તાલુકા લાયઝન અધિકારીશ્રીઓ દ્વારા તાલુકાની વિવિધ સાઈટ અને કામગીરીનું સઘન મોનીટરીંગ અને સુપરવિઝન કરવામાં આવ્યુ હતુ.

નોંધનિય છે કે, પોલિયોની રસીમાં બાકી ૦-૫ વર્ષના બાળકોને આજે તા.૧૧.૧૨.૨૦૨૩ અને તા.૧૨.૧૨.૨૦૨૩ બે દિવસમાં આરોગ્ય કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈ પોલિયોની રસી પીવડાવવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *