વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે નવા ભારત તથા વિશ્વની સૌથી મોટી યોજનાઃ દક્ષેશભાઈ માવાણી

ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓનો રાજયના છેવાડાના માનવી સુધી પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજય સરકાર ઘ્વારા વિવિધ પૂરતા પ્રયાસો કરવામાં આવે છે. સદર બાબત ઘ્યાન રાખી ભારત સરકાર ઘ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ-૩૦ ઇલેકશન વોર્ડમાં વોર્ડ દીઠ-ર યાત્રા એમ કુલ ૬૦ સ્થળો પર આયોજન કરવામાં આવેલ છે.

    આજરોજ સુરત મહાનગરપાલિકાના  અખંડાનંદ કોલેજનું ગ્રાઉન્ડ, કતારગામ ખાતે આયોજન કરવામાં આવેલ જેનો માન.મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીના વરદહસ્તે શુભારંભ કરવામાં આવેલ.



            આ કાર્યક્રમ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા માન. પૂર્વ મેયરશ્રી જગદીશભાઈ પટેલે જણાવ્યું કે, ભારત સરકાર, ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકાની વિવિધ જનહિતલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે પેહલા અલગ અલગ કચેરીએ અલગ અલગ દસ્તાવેજ સાથે જવું પડતું હવે ત્યાં જવાને બદલે આપણા સુધી પોહચાડવાનો સંકલ્પ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. દરેક લાભાર્થીને તેના લાભ સુધી પોહચડવા આ આયોજન થયું છે. અહી બધી જ યોજનાઓના સ્ટોલ મૂકવામાં આવ્યા છે જ્યાંથી તમને તેની સંપૂર્ણ માહિતી મેળવી તેનો લાભ મેળવી શકે છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આપ સૌ સહભાગી થાવ તેવી અપીલ છે.



            આ કાર્યક્રમ પ્રસંગે માન. સદસ્ય શ્રી ઘનશ્યામભાઈ સવાણી તેમના પ્રવચનમાં જણાવ્યું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને પૂર્ણ કરવા વિકાસની વર્ણથભી યાત્રા આજે અહી આવી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ દેશના દરેક નાગરિકની જીવનશૈલી સુખમય થાય તે માટે કટિબદ્ધ છે.



             આ કાર્યક્રમ પ્રસંગે માન.મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે નવા ભારત તથા વિશ્વની સૌથી મોટી યોજના. વિવિધ યોજનાના લાભાર્થી સાથે વાર્તાલાપ કરી યોજના દ્વારા તેમને શું લાભ મળ્યો તેની ચર્ચા કરી અને આ યોજનાનો લાભ વધુમાં વધુ લાભાર્થી મેળવે તેવો અનુરોધ કર્યો. સુરત શહેરમાં આશરે 36000 જેટલા લાભાર્થીએ પીએમ સ્વનીધી યોજના લાભ લીધો છે. પીએમ સ્વનીધી યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી આ યોજનાથી તેમને અને તેમના પરિવારને કેટલો ફાયદો થયો તે જાણકારી મેળવી. ભારતને આત્મનિર્ભર બનાવવાનો આ યોજનાનો હેતુ છે. ૨૦૪૭ સુધીમાં ભારતને વિશ્વ ગુરુ બનાવવા આપ સૌ સાથે સહભાગી થઈને કામ કરીએ.





        આજરોજ સાંજે ૦૪:૩૦ કલાકે એસ. એમ. સી સ્પોર્ટ કોમ્પલેક્ષ, કાંસાનગર ખાતે માન. મ્યુ. સાંસ્કૃતિક અધ્યક્ષ શ્રીમતી સોનલબેન દેસાઈના વરદહસ્તે શુભારંભ કરવામાં આવેલ. 



      આ કાર્યક્રમ પ્રસંગે સ્વાગત પ્રવચન માન. મ્યુ.સદસ્ય શ્રીમતી જયશ્રીબેન વરિયા તેમના પ્રવચનમાં જણાવ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક યોજના દરેક ઘર સુધી પહોચે તે માટેની યાત્રા છે. છેવાડાના માનવી સુધી જનહિતલક્ષી યોજના પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી અને તેનો લાભ લેવા માટે નાગરિકોને અપીલ કરી.



            આ કાર્યક્રમ પ્રસંગે માન. મ્યુ. સાંસ્કૃતિક અધ્યક્ષ શ્રીમતી સોનલબેન દેસાઈએ તેમનાં પ્રવચનમાં જણાવ્યું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપન ભારત દેશ વર્ષ ૨૦૪૭ માં વિકસિત ભારત બને તે માટે દરેક યોજના દરેક ઘર સુધી પહોચે તે માટેની યાત્રા છે. ૨૦૪૭ માં ભારત સમૃદ્ધ વિકસિત દેશ બનાવવાના સ્વપનને પૂર્ણ કરવા માટે બધાં લાભાર્થીને તેનો લાભ મળે તે જરૂરી છે. 



            આ કાર્યક્રમ પ્રસંગે માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આઝાદીના શતાબ્દી વર્ષ ર૦૪૭ સુધી  વિકસિત ભારત બનાવવાનો સંદેશ, સરકારશ્રીની  વિવિધ યોજનાઓ તથા સંકલ્પ સંદર્ભેની ડોકયુમેન્ટ્રી પ્રસ્તૃત કરવામાં આવેલ. વધુમાં ઉપસ્થિત તમામ મહાનુભવો અને જાહેરજનતા ઘ્વારા ભારત દેશને  વિકસિત બનાવવા અને દેશના શ્રેષ્ઠ નાગરિક બનવા માટે શપથ ગ્રહણ કરવામાં આવેલ. ત્યારબાદ વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના વરદહસ્તે પ્રતિકાત્મક લાભ આપવામાં આવેલ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉપસ્થિત મહાનુભવો ઘ્વારા ફલેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવેલ.



     આ કાર્યક્રમ પ્રસંગે માન.મ્યુ.સદસ્યશ્રીઓ, લાભાર્થી , પત્રકાર  મિત્રો તથા જાહેર જનતા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *