તલોદના બડોદરા ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું

ઇકબાલ મેમણ હિંમતનગર

  સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બડોદરા ગામે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી.
 આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ  લીધા હતા. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ગામના સરપંચશ્રી, જનપ્રતિનિધિઓ,  આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *