પ્રાંતિજ તાલુકાના પુનાદરા ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો

ઇકબાલ મેમણ હિંમતનગર

  સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પુનાદરા ગામે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી.
 આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ  લીધા હતા. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.  
    આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ  તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી, જન પ્રતિનિધિઓ,  આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *