સાબરકાંઠાના હિંમતનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું મોટી ડેમાઈ ના ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

ઇકબાલ મેમણ હિંમતનગર

  સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોટી ડેમાઇ  ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ પ્રસંગે ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.     
   આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ  તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરમાર, ગામના સરપંચશ્રી, જનપ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *