અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા સરકારી માધ્યમિક શાળા બોરખલ ખાતે શાળાકીય વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો

ડાંગ અમરનાથ જગતાપ

આહવા: . ૧૦ જાન્યુઆરી બુધવારના રોજ સરકારી માધ્યમિક શાળા બોરખલ આહવા ડાંગ ખાતે, લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સહકાર અને અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા કાર્યરત, સાયન્સ ઓન વ્હીલ પ્રોજેક્ટની ટીમ અને શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા શાળાકીય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં આશરે ૩૦ જેટલી કૃતિઓ રજુ કરવામા આવી હતી. જેમાં શાળાના ધોરણ ૯ નાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનનાં લોકોસ્ટ મોડેલ જાતે બનાવી અને તેના વિશેની રસપ્રદ માહિતી આપી હતી. આ વિજ્ઞાન મેળાને ગામમા આવેલ શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ નિહાળ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *