વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સુરતના ૫૦ મા સુવર્ણિમ મહોત્સવમા સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આહવાના વિધ્યાર્થીઓએ વિવિધ પ્રવૃતિઓમા ભાગ લીધો :

ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: ૧૧: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના ૫૦મો સુવર્ણિમ યુવા મહોત્સવમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ડાંગની સાંસ્કૃતિક સમિતિ અંતર્ગત વિદ્યાર્થીઓએ ૯ જેટલી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

જેમા સમૂહનૃત્ય(ડાંગી નૃત્ય)માં દ્વિતીય ક્રમાંક અને નવલિકા લેખનમાં શ્રી જીતેશભાઈ સુકરભાઈ પવારે તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લઈને વિદ્યાર્થીઓએ કોલેજ નું ગૌરવ વધાર્યું હતું.

૫૦મો સુવર્ણિમ યુવક મહોત્સવમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ.કિશોરસિંહ ચાવડાના હસ્તે ટ્રોફી એનાયત કરવામા આવી હતી. આહવા કોલેજના આચાર્યશ્રી ડૉ.ઉત્તમભાઈ ગાંગુડે અને પ્રા.ગૌરાંગભાઈના હસ્તે વિધ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા.

સુરત વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે યોજાયેલ આહવા કોલેજની દરેક સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના સભ્યો દ્વારા કરવામા આવ્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *