નામો નવમતદતા સંમેલન મહુવાની કાછલ કોલેજ માં મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના યુવા મોરચા દ્વારા યોજાયું

રિપોર્ટ, મયુર પટેલ

સુરત જિલ્લાના મહુવા તાલુકા ખાતે 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ સંમેલન મહુવાની કછલ ખાતે આવેલ કોલેજ માં યોજાયું આ પ્રસંગે મહુવા મત વિસ્તાર ના લોક પ્રિય ધારાસભ્ય મોહન ભાઈ ધોડિયા ની વિશેષ ઉપસ્થિતિ માં તાલુકા ના ૧૮ વર્ષ પુર્ણ કરી મતદાર યાદીમાં સામેલ નવમતદાતા યુવા ભાઈ બહેનોને વિકસિત ભારત ના ઘડવૈયા તરીકે આવનાર ચૂંટણી માં નવા મતદાર ના એક વોટ નું કેટલું મહત્વ છે તે સંબંધે ધારાસભ્ય શ્રી મોહનભાઈ દ્વારા યુવા ઓ સાથે અર્થ સૂચક સંવાદ કરતા જણાવ્યું કે તમારો એક કિંમતી અમૂલ્ય વોટ નવભારત ના વિકાસ અને યુવા ના ઉજ્વળ ભવિષ્ય ના નિર્માણ ના દ્વારા ખોલનાર બની રેહસે .
આજના આં નામો નવમતદાતા સંમેલન ને ભારત ના યશસ્વી વડાપ્રધાન દ્વારા વર્ચૂયલી સંબોધન પ્રસંગે તાલુકાના નવા મતદારોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ પ્રસંગે મહુવા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ હિતેશ નાયક, જિલ્લા સંગઠન ના ઉપાધ્યક્ષ તુષાર પટેલ, જિલ્લા મહિલામોર્ચા પ્રમુખ મનીષા ચૌધરી, સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના અઘ્યક્ષ રાકેશ પટેલ,સદસ્ય જીનેશ ભાવસાર, સંગઠન મહામંત્રી હેમંત ચૌધરી, કોષાધ્યક્ષ ભાવિન નાયક મહુવા તાલુકા પંચાયત ના ઉપાધ્યક્ષ ચેતન મિસ્ત્રી, કારોબારી અધ્યક્ષ લીલાબેન કેદારિયા ,સદસ્ય સવિતાબેન પટેલ, હિતેન્દ્ર પટેલ સંગઠન ના સોશિયલ મીડિયા,આઈટી ના બાદલ વાધેલા,ભાવિક નાયક વિધાનસભાના વિસ્તરક સચિન તડવી તેમજ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ તાલુકા સંયોજક મયુર પટેલ પણ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. અગ્રણીઓ દ્વારા નવા મતદાર યુવા ઓ ને પ્રોત્સાહિત કરાયા હતા .
સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવા મોરચાના પ્રમુખ ઘનશ્યામભાઈ ગરાસિયા અને મહામંત્રી પિયુષ પટેલ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *