રાજસ્થાન વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ શ્રી વાસુદેવ દેવનાનીએ ૧૫મી ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા ચોથા સત્રમાં આજે વિધાનસભા ગૃહની મુલાકાત લીધી હતી.

રામ મંદિર નિર્માણ અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને અભિનંદન આપતો સંકલ્પ – ઠરાવ ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો તે અવસરના તેઓ સાક્ષી બન્યા હતા.
તેમણે ગુજરાત વિધાન સભા ની NEVA કામગીરી જોઈને તેની પ્રસંશા કરી હતી.

વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ તથા રાજ્યમંત્રી મંડળનાં મંત્રીશ્રીઓ સાથે પણ રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ શ્રી વાસુદેવ દેવનાનીએ શુભેચ્છા મૂલાકાત કરી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *