
ધ મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત સર પી ટી સાયન્સ કોલેજ મોડાસામાં 3 ફેબ્રુઆરી શનિવારના રોજ ભૌતિકશાસ્ત્ર અને અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના તબીબી ક્ષેત્રના ઉપયોગો વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશથી 250 થી વધુ સંશોધકોએ સંશોધન પત્રો રજૂ કરી સક્રિય રીતે ભાગ લીધો હતો. ફ્લોરિડાથી ડોક્ટર હર્ષલ સંઘવી એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના મેડિકલ ક્ષેત્રે થતા ઉપયોગો વિશે ચાવીરૂપ પ્રવચન કરેલું હતું. ડો જીનલ ભટ્ટ M D આઈ સ્પેશ્યલિસ્ટ, સ્પેશિયલ રેટિના સેન્ટર ફ્લોરિડા એટલાન્ટિક યુનિવર્સિટી યુ.એસ.એ થી તજજ્ઞ વ્યાખ્યાન આપેલો હતું. પ્રો ડો પિયુષ સોલંકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ નેનો ટેકનોલોજી એ આઈ અને તબીબી ક્ષેત્રે ઉપયોગો વિશે અધ્યતન પ્રવાહોની માહિતી આપેલી હતી. ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું ઉદઘાટન કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર મોદી, ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ તથા માનદમંત્રીશ્રી ડોક્ટર ઘનશ્યામભાઈ શાહ,તજજ્ઞ તબીબી નિષ્ણાતના ના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરી થયું હતું
ડો એન ટી ચોટલીયા (OSD) ઉચ્ચ શિક્ષણ કમિશનરેટ ગાંધીનગરે શુભેચ્છાઓ પાઠવી હતી પ્રિન્સિપાલશ્રી ડો કે પી પટેલે વિશ્વના અધ્યતન વિજ્ઞાનથી વાકેફ થવા વિદ્યાર્થીઓને અને સંશોધકોને પ્રેર્યા હતા. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ના કન્વીનર ડો. આર એચ પરમારે અધ્યક્ષ ફીજીકસ વિભાગે ઉદધાટન કાર્યક્રમના અંતે આભાર વ્યક્ત કર્યો હતો. પ્રોફેસર ગિરીશ વેકરીયાએ કોન્ફરન્સ આયોજનના ઉદ્દેશ અને હેતુઓ સ્પષ્ટ કર્યા હતા અને મહેમાનોને આવકાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો તરુણ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું . કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓએ સાયન્સ કોલેજ સ્ટાફ પરિવારને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.