KSV ગાંધીનગર સંચાલિત પત્રકારત્વ વિભાગના વિધાર્થીઓનો પ્રવાસ

સારા એન્કર બનવા માટે શબ્દ ભંડોળ સાથે પ્રભાવી વકૃતત્વ અને નૈતિક મૂલ્યો હોવા ખૂબ જ જરૂરી : દેવાંગ ભટ્ટ

સફળ પત્રકાર બનવા માટે ઉંમરનો કોઈ બાદ હોતો નથી . એક સારા અને સફળ એન્કર બનવા માટે ફક્ત એક સારો અવાજ નહિ પણ જ્ઞાન નો ભંડોળ હોવો ખૂબ જરૂરી છે. ટીવી અને રેડીયોમાં સારા એન્કર માટે પ્રભાવી વકતા હોવું જરૂરી છે તેવું જીટીપીએલ અને નિર્માણ ન્યૂઝના ચેનલ હેડ દેવાંગ ભટ્ટે પત્રકારત્વ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિધાર્થીને માહિતી આપતા જણાવ્યું હતું. ગાંધીનગર સર્વ વિશ્વવિદ્યાલય પત્રકારત્વ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ના મિતેશભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રવાસ આયોજિત કર્યો હતો જેમાં દિવ્ય ભાસ્કરમાં સર્ક્યુલેશન, માર્કેટિંગ, એડિટોરિયલ, ડિજિટલ વિભાગ, તથા એફએમ રેડીયો વિભાગની મુલાકાત લઇ આ તમામ વિષયોમાં કેવી રીતે કામગીરી કરવામાં આવે છે તેના અનુભવો જાણ્યા હતા દિવ્ય ભાસ્કરના સુનિલભાઈ, સતિષભાઈ રાવલ, મનીષ મહેતા સહિતના એડીટરે વિદ્યાર્થીઓને દરેક વિભાગના કામગીરીથી અવગત કર્યા હતા. ઉપરાંત વી ટીવી ના ચેનલ હેમંતભાઈ ગોકલાણીએ વિદ્યાર્થીઓને સરકારી અને ખાનગી ચેનલમાં રિપોર્ટર કોપી એડિટર અને એન્કર તરીકે કામગીરી કરવા માટે તમારામાં કેવી ક્ષમતા હોવી જોઈએ તેના વિશેની માહિતી પ્રદાન કરી હતી. વિદ્યાર્થીઓએ લાઈટ કેમેરા લાઈવ પ્રોગ્રામ વિશે કામગીરી ની માહિતી મેળવી હતી તમામ વિદ્યાર્થી gtpl અને નિર્માણ ન્યૂઝ ચેનલની પણ મુલાકાત લીધી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *