
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત, કડી સર્વ વિશ્વવિદ્યાલયની મેનેજમેન્ટ વિદ્યાશાખા દ્વારા એસ.વી કેમ્પસ, કડીની એસ.વી ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટમાં ભારતના બિઝનેસ લેન્ડસ્કેપને ઉન્નત કરવા તેમજ ૨૦૪૭ સુધીમાં ટેક્નોલોજી ટ્રાન્સફોર્મેશન દ્વારા લાંબા ગાળામાં ટકી શકે તેવા વિકાસની તકોની શોધ કરવા પર તા- ૧, ૨ અને ૩ માર્ચ ૨૦૨૪માં ત્રણ દિવસ રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન એક્ષિમ યુરો બેંકના સહયોગથી કરવામાં આવ્યુ. આ પરિસંવાદના પ્રથમ દિવસે યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન માનનીયશ્રી વલ્લભભાઈ એમ.પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં નેશનલ કોન્ફરન્સનો શુભારંભ થયો હતો.તેઓએ કોન્ફરન્સની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી તેમજ સંશોધન પત્ર રજુ કરનાર તમામ પ્રતીભાગીઓને બિરદાવ્યા હતા. ત્યારબાદ મેનેજમેન્ટ વિભાગના ડીન ડો. ભાવિન પંડયા એ મહેમાનોને આવકાર્યા હતા અને આ નેશનલ કોન્ફરન્સના ઉદેશ્ય બાબતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી એ શિક્ષણવિદોને અને ઉધોગ સાહસિકો ને વિકસિત ભારત બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવાની છે તેમ જણાવ્યું છે ત્યારે આપણા સૌની જવાબદારી વધી જાય છે. અત્રેની કોન્ફરન્સમાં વિવિધ ક્ષેત્રના નામાંકિત વક્તાઓએ વિષયને અનુરૂપ પ્રેરક વક્તવ્ય આપ્યા હતા તેમાં ઝાયડસ ગ્રુપના ડો.સુનીલ પારેખએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કોન્ફરન્સ નું ટાઈટલ ખુબ ઉપયોગી અને યુવાઓને મેસેજ આપી શકે તેવું છે. અત્રે ઉપસ્થિત શ્રી. બાબર અફઝલ- સ્થાપક, પાસ્મીના ગોટ પ્રોજેક્ટ અને જમ્મુ કાશ્મીરના યુવા ઉધોગ સાહસિક અને પ્રેરણા સ્ત્રોત દ્વારા યુવા વિદ્યાર્થીઓ સહીત સૌને તેઓના પ્રેરક ઉદબોધનથી મંત્રમુગ્ધ કરી દીધા હતા.તેઓએ તેમના બાળપણના કિસ્સા તેમજ યુવાનીમાં પશ્ચિમના દેશોમાં એક આઈટી એન્જીનીયર તરીકે મેળવેલ સફળતા અને તેમની વૈભવી જિંદગી વિષે જણાવ્યું હતું અને ત્યારબાદ કાશ્મીર ઘાટીમાં ૨૭,૦૦૦ જેટલા પશ્મીના ઘેટા-બકરાનાં મ્રત્યુના સમાચારે તેમને લાગણીશીલ બનાવી દીધા હતા અને એક સમયે એવો સંકલ્પ કર્યો હતો કે વતનમાં પાછો નહિ આવું તેના બદલે આ ચરવાહા લોકો અને પશ્મીનાની સમસ્યાને ઉજાગર કરવા કાયમ માટે કાશ્મીર પરત આવ્યા અનેક સંઘર્ષો કર્યા જેમાં ભૌગોલીક તેમજ વાતાવરણને લગતા અનેક પ્રશ્નો હતા જેનો સામનો કરી આજે એક પ્રર્નામુરતી બની સમાજ સમક્ષ ઉભા છે અત્રે ઉલ્લેખનીય છે આ પ્રસંગે શ્રી એસ.સેન્થીલ-યુરો એક્ષિમ બેંક ઉદ્ઘાટનના સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ યુરો બેન્કના ગ્લોબલ હેડ મિસ.સીમા સિંઘ દ્વારા મહિલાઓની સશક્તિકારણ પર ભાર મુક્યો હતો અને યુરો એકઝીમ બેંક દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ નો ઉલ્લેખ કર્યો હતો જેમાં કેટરિંગ માટે- અન્નપુર્ણા યોજના તેમજ બ્યુટી પાર્લર માટે સૌન્દર્યા યોજના,માતાઓ અને બાળકો માટે માતૃત્વ યોજના તેમજ બહેનો માટે ઓટો લેવા તેમજ ટેક્સી લેવા પણ વિવિધ આકર્ષક યોજનાઓ નો ઉલ્લેખ કર્યો હતો. ઉપસ્થિત પલક શેઠ કે જેઓ જીઓ ઇન્સ્ટીટ્યુટ મુંબઈ ખાતે સેવાઓ આપે છે તેઓએ શૈક્ષણિક સંસ્થાનોના સમૃદ્ધિકરણ પર ભાર મુક્યો હતો તેમજ વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવા પર ભાર મુક્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ડો. પ્રશાંત જીલોવા-આઈ.એ.એસ-અધિક ઉદ્યોગ કમિશ્નર દ્વારા ઈઝ ઓફ બીજ્હ્નેસ ડુઈંગ બાબતે વિચારો રજુ કર્યા હતા અને સરકારશ્રી ની વિવિધ યોજનાઓ અને ભાવી પ્લાનિંગ બાબતે તલસ્પર્શી માહિતી આપી હતી. યુરો એક્ઝીમ બેંક તરફથી કમલેશભાઈ ઠક્કર દ્વારા સર્વ વિદ્યાલયના આધસ્થાપક છગનભા ને યાદ કરવામાં આવ્યા હતા અને આ ૧૦૪ વર્ષ જૂની સંસ્થામાં આવીને ગૌરવ અનુભવે છે તેમ જણાવ્યું હતું. ઉપસ્થિત ડો. રાજુલ ગજ્જર- કુલપતી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી. તદુપરાત, આ પરિસંવાદમાં યુરો એક્ષિમ બેંક દ્વારા ટ્રેડ ફાઈનાન્સ અને લેટર ઓફ ક્રેડીટ જેવા વિષયો ઉપર વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું પણ આયોજન કરેલું હતું. આ પરિસંવાદમાં ૧૫૧ થી પણ વધારે શોધ પત્રો જેમાં ૨૫ જેટલા શોધપત્રો અન્ય રાજ્યો જેવાકે રાજસ્થાન, છત્તીસગઢ, ચંડીગઢ, કેરાલા, પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી આવેલા છે. ૫૦ કરતા પણ વધારે શોધપત્રો વિદ્યાર્થિઓ દ્વારા રજુ કરવામાં આવ્યા. આ શોધ પત્રો ને જુદી જુદી ઇન્સ્ટીટયુટમાંથી આવેલા તજ્જ્ઞ દ્વારા મૂલ્યાંકન કરી તેમાંથી બંને વિભાગ- અધ્યાપક/સંસોધન વિદ્વાન અને વિદ્યાર્થીમાં પ્રથમ, બીજો અને ત્રીજો નંબર આપી ઇનામ આપવામાં આવશે. તદઉપરાંત આ તમામ શોધ પત્રોમાંથી પસંદ કરેલા સારા શોધ પત્રોને કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા પ્રસિદ્ધ થતી આઈ.એસ.એસ.એન નંબર વળી જર્નલમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પરિસંવાદને સફળ બનાવવા સંસ્થાના ડાયરેક્ટર અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન ડો ભાવિન પંડયા મેનેજમેન્ટ અને તમામ વિદ્યાશાખાના ડાયરેક્ટરશ્રી ઓ તેમજ અધ્યાપક્શ્રીઓ તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા ખુબ જહેમત ઉઠાવી હતી.
