


ધ મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત સર પી ટી સાયન્સ કોલેજ IQAC અને IAPT RC7 Gujarat સંયુક્ત પ્રેરિત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ના ઉપક્રમે તારીખ 24 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલમાં અરવલ્લી જિલ્લા અને મહીસાગર જિલ્લા ના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક હરીફાઈ Cluster -08 level CPEx -24,નિબંધ સ્પર્ધાઓ,પર્યાવરણ રંગોળી સ્પર્ધાઓ, વર્કિંગ મોડેલ સ્પર્ધાઓ, જાતે કરવાની વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ,પોસ્ટર સ્પર્ધાઓ વગેરે વિવિધ સ્પર્ધાઓ માં ૧૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહક પુર્વક ભાગ લીધો હતો. ભારતમાં સંરક્ષણ અને સંશોધનમા વિકાસ ની વણ કહી વાતો વિષય પર પ્રોફેસર પીએન ગજ્જર ડીનશ્રી ગુજરાત યુનિવર્સિટી એ રસપ્રદ પોપ્યુલર લેક્ચર આપ્યું હતું. પ્રિન્સિપાલ શ્રી ડો કે પી પટેલે કોલેજના તમામ વિભાગોમાં વિવિધ આયોજનો કરી સુંદર માર્ગદર્શન આપ્યું હતું. સફળ આયોજન બદલ કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી સુભાષભાઈ શાહે અભિનંદન આપ્યા હતા.