મુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રપટેલનીઅધ્યક્ષતામાંગાંધીનગરલોકસભાક્ષેત્રનાઆઇટીપ્રોફેશનલ્સનીસમિટયોજાઈ

અમદાવાદમાં આયોજિત ગાંધીનગર લોકસભા ક્ષેત્રના આઇટી પ્રોફેશનલ્સની સમિટમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને પગલે સમર્પિત આઈટી પોલિસીની અમલવારી કરી આઈટી ક્ષેત્રમાં ગુજરાતને ટોચ પર લઈ જવાનો ગુજરાત સરકારનો ધ્યેય છે. જેનાથી આપણે શ્રી નરેન્દ્રભાઈના દરેક દેશવાસીઓના ડિજિટલ સશક્તિકરણ સંકલ્પને સાકાર કરી શકીશું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ડિજિટલ ક્રાંતિને કારણે લોકોનું જીવનધોરણ બદલાયું છે. ગુજરાતમાં વિવિધ સરકારી સેવાઓના ડિજિટલ ગવર્નન્સથી લોકોના કામ સરળ બની રહ્યા છે. સાથોસાથ જનહિતનાં કામોમાં પારદર્શકતા, ઝડપ અને વિશ્વસનીયતા વધી છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતે આઇટી ક્ષેત્રમાં લીડ લેવા કમર કસી છે. જેના માટે આઇટીનો વ્યાપ વધારવા અનેક ખાનગી કંપનીઓ સાથે MOU પણ થયા છે. જેના દ્વારા ૧ લાખ લોકોને રોજગારી આપવાનું સરકારનું લક્ષ્ય છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વધુમાં વધુ કંપનીઓના આગમન અને ખાસ કરી ગૂગલ જેવી આઇટી કંપનીનું સંચાલન GIFT સિટીમાં થશે, જેનાથી આવનારા સમયમાં GIFT સિટી પણ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ બનશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ આઇટી પ્રોફેશનલ્સ સાથે સાહજિક સંવાદ સાધ્યો હતો. જેમાં તેમણે ગુજરાતમાં આઈટી ક્ષેત્રમાં રહેલી વિશાળ તકો અને આઈટી ક્ષેત્રે રાજ્ય સરકારના આગામી આયોજનો વિશે જણાવ્યું હતું.

આજની સમિટમાં અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ, આઇટી ક્ષેત્રના ઉદ્યોગકારો અને નિષ્ણાતોએ હાજરી આપી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM