ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા વિરમગામ શહેરના દ્રિતિય પ્રવેશદ્વારે શ્રી હનુમાન દાદાની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરાયું

પંચમુખી હનુમાન સર્કલ તથા કર્મવીર લોકસંત શ્રી ખાખી બાપુ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું

જે ફરી વિરમગામ શહેર ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “દેવથી દેશ, રામથી રાષ્ટ્ર” જન ચેતના અભિયાન અંતર્ગત ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા આજે વિરમગામ શહેરના દ્રિતિય પ્રવેશદ્વારે શ્રી હનુમાન દાદાની વિશાળ પ્રતિમાનું અનાવરણ તથા પંચમુખી હનુમાન સર્કલ તથા કર્મવીર લોકસંત ખાખી બાપુ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિધાનસભાના તમામ સંત-મહાત્મા ઉપસ્થિત રહ્યા હતા તેમજ હજારો લોકોએ વિરમગામના વિકાસમાં ભાગીદાર બનવાનો સઁકલ્પ કર્યો. આજના કાર્યક્રમને સફળ બનાવનાર તમામ સાથીઓનો ખુબ ખુબ આભાર તેમ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *