વલસાડ જિલ્લાની શાળાઓમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી પી.ભારતીનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું



લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત તા. ૭ મે ૨૦૨૪ના રોજ વલસાડ જિલ્લામાં મતદાન થનાર છે ત્યારે વધુમાં વધુ લોકો પોતાના બહુમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ સમગ્ર રાજ્યમાં તા. ૨૧ માર્ચને ગુરૂવારે ફેસબુક પર લાઈવ થઈ રાજ્યના મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. વલસાડ જિલ્લામાં સ્વીપ મેનેજમેન્ટ એક્ટિવીટી હેઠળ સ્વીપ નોડલ અધિકારી ડી.બી.વસાવાના માર્ગદર્શન હેઠળ બોર્ડની પરીક્ષા સેન્ટર સિવાયની જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં એસએમસી કમિટીના સભ્યો, ગ્રામજનો, શિક્ષકો તેમજ નવા મતદારો અને વિદ્યાર્થીઓએ મતદાન જાગૃત્તિ કાર્યક્રમ હેઠળ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીને સાંભળ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM