કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિરાજ સિંહે કાપડ મંત્રાલયનો હવાલો સંભાળ્યો

કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિરાજ સિંહે આજે સત્તાવાર રીતે કાપડ મંત્રાલયનો હવાલો સંભાળ્યો. ભૂતપૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી પીયૂષ ગોયલે રાજ્ય મંત્રી શ્રી પબિત્રા માર્ગેરિટાની ઉપસ્થિતિમાં શ્રી સિંહને ચાર્જ સોંપ્યો હતો.

ટેક્સટાઈલ મંત્રાલયના સચિવ શ્રીમતી રચના શાહ અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ચાર્જ સંભાળવાના પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી સિંહે કહ્યું, “ટેક્સટાઈલ ક્ષેત્રમાં રોજગારીની વિશાળ તકો છે. વૈશ્વિક નિકાસના સંદર્ભમાં પણ ઉદ્યોગનો મોટો હિસ્સો છે.” શ્રી સિંહે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, કાપડ ઉદ્યોગ પણ ખેડૂતો સાથે જોડાયેલો છે અને આ ઉદ્યોગને આગળ લઈ જવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રયાસો કરવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *