મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા તાલુકા સેવા સદનની આકસ્મિક મુલાકાત લીધી

મુખ્યમંત્રીશ્રીએ ખેડા તાલુકા સેવા સદનની દફતર ચકાસણી કરી કામગીરીની સમીક્ષા કરી

રાજ્યના લોકોની સુખાકારી અને સલામતીની ખાતરી માટે ગ્રાઉન્ડ લેવલની સમીક્ષા કરી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ શુક્રવારે સવારે આણંદ જિલ્લાના સારસા ગામની પોતાની મુલાકાત પૂર્ણ કરી ખેડા તાલુકા સેવાસદનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા.

કોઈ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના  ખેડા તાલુકા સેવાસદનની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રીશ્રીએ દફતર ચકાસણી કરી કચેરીના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની કામગીરીની સમીક્ષા કરી હતી.

રાજ્યના તમામ નાગરિકોની સુખાકારી અને સલામતીની ચિંતા કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે  ખેડા તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાત લઈ કચેરી કામગીરીની ગ્રાઉન્ડ લેવલની  સમીક્ષા કરી ઉત્તમ નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કચેરી તથા અધિકારીઓની કામગીરીની સમીક્ષા બાદ મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવને જિલ્લાના નાગરિકોને ઉત્તમ સેવાઓ મળી રહે તે માટે જિલ્લા વ્યવસ્થાપન અંગેના જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

આ મુલાકાત દરમિયાન રાજ્યના ચીફ સેક્રેટરી શ્રી રાજ કુમાર, મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *