ગુજરાત મક્કમ ભાજપ અડીખમ
માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય નગર યાત્રા નું આયોજન કરવામાં આવ્યું, દેવાંગભાઈ દવે ના અધ્યક્ષ સ્થાને, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ના સુપુત્ર શ્રી કુલદીપસિંહ જાડેજા અને કચ્છ જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે ની સવિશેષ ઉપસ્થિતિ માં નગરયાત્રા નું આયોજન કરવામાં આવ્યું. આ ભવ્ય નગરયાત્રા માં ભારતીય જનતા પાર્ટી ના 36 ઉમેદવારો ને ઊંટગાડી, ઘોડા, મોટર બાઇક પર બિરાજમાન કરવામાં આવ્યા હતા. વોર્ડ નંબર ૯ અને ૭ ના ચૂંટણી પ્રચાર કાર્યાલય નું ઇ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નગર યાત્રા દરમિયાન ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો ને લોકોએ ફૂલ હાર થી વધાવી લીધા હતા. ભારતીય જનતા પાર્ટી પરિવાર ના સર્વે હોદેદારો અને કાર્યકર્તા ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..
અજય ખત્રી








