સાંસદ પ્રભુભાઈ વસાવાએ સુરત અને તાપી જિલ્લામાં જળસંચયના કામો માટે રૂ.૫૦ લાખની ગ્રાન્ટની ફાળવણી કરી

કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલના જન્મદિન નિમિત્તે સાંસદ પ્રભુભાઈ વસાવાનો જનહિતલક્ષી અભિગમ

કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલની પ્રેરણાથી દેશભરમાં ‘જળસંચય જનભાગીદારી’ પહેલ હેઠળ જળસંચય અભિયાન વેગવાન બન્યું છે. સુરત અને તાપી જિલ્લામાં પણ વરસાદી પણ ભૂગર્ભમાં ઉતરે અને આવનારી પેઢીઓને સમૃદ્ધ જળવારસો મળે તે માટે જળસંચય (વોટર હાર્વેસ્ટિંગ)ની કામગીરી માટે બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ સંસદ સભ્ય સ્થાનિક વિકાસ યોજના નિધિમાંથી સુરત અને તાપી જિલ્લા માટે રૂ.૨૫-૨૫ લાખ મળી કુલ રૂ.૫૦ લાખની ગ્રાન્ટની ફાળવણી કરી છે. કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના ૭૧મા જન્મદિન નિમિત્તે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જનહિતલક્ષી અભિગમ અપનાવી જળસંચય માટે આ માતબર અનુદાન ફાળવ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *