ભાજપના વાવાઝોડાથી ૬ મહાનગરોમાં કેસરિયો છવાતા હળવદ ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ છ મહાનગરપાલિકામાં ભાજપનો કેસરીયો છવાતા હળવદ ભાજપ ના કાર્યકરોએ ઢોલ નગારા આતશબાજી કરી વધામણા કર્યા હતા.હળવદ ભાજપ દ્વારા વૈજનાથ ચોકડી ખાતે ભવ્ય આતશબાજી કરી જીત ના વધામણા કર્યા ઐતિહાસિક વિજય ના વધામણા કરી કાર્યકરોએ મોઢા મીઠા કરાવી ભારત માતાકી જય ના નારા લગાવ્યા.આ તકે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી અજય ભાઈ રાવલ. જયેશ પટેલ. ધર્મેન્દ્રસિંહ ઝાલા રમેશ ભગત.બીપીનભાઈ દવે. સતિષભાઈ પટેલ. સંદીપ પટેલ. કમલેશભાઈ દલવાડી. રમેશભાઈ પટેલ.અશ્વિન ભાઈ કણજારીયા સહીતના હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
અંકિત રાવલ હળવદ






