ગીર-સોમનાથ જિલ્લામાં મતદાનના દિવસે છેલ્લા કલાકમાં કોવીડ-૧૯ પોઝીટીવ મતદાર મતદાન કરી શકશે

મતદારોએ મતદાન મથકે કોવીડ-૧૯ની માર્ગદર્શીકાનું પાલન કરવાનું રહેશે

ગીર-સોમનાથ જિલ્લામાં નગરપાલિકા જિલ્લા/તાલુકા પંચાયતની ચૂંટણી તા. ૨૮/૦૨/૨૦૨૧ નાં રોજ યોજાનાર છે. મતદારોને મુખ્ય પ્રવેશ દ્વાર પર થર્મલ ગન દ્વારા મતદારોનું ચેકીંગ કરવામાં આવશે. કોવીડ-૧૯ પોઝીટીવ દર્દી મતદાન કરવા માંગતા હોય તેમણે મતદાન દિવસના એક દિવસ અગાઉ સબંધિત વિસ્તારના ચૂંટણી અધિકારી અને આરોગ્ય નોડલ અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે. કોવીડ-૧૯ પોઝીટીવ વ્યક્તિને મતદાનના છેલ્લા કલાક દરમ્યાન નિયત સ્થળે સરકારશ્રીની નિયત માર્ગદર્શીકાનું પાલન થાય તે રીતે મતદાન મથકે આવવાનું રહેશે. કોવીડ-૧૯ શંકાસ્પદ વ્યક્તિએ મતદાન દિવસ પહેલા આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવવાનો રહેશે. તેમજ આર.ટી.પી.સી.આર. ટેસ્ટનો રીપોર્ટ ચૂંટણી અધિકારી અને આરોગ્ય નોડલ અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે. જે મતદારનો આર.ટી.પી.સી.આર. નેગેટીવ હોય પરંતુ કોવીડ-૧૯ ના લક્ષણો ધરાવતા હોય અને મતદાન કરવા માંગતા હોય તેઓએ સ્વખર્ચે ખરીદેલ માસ્ક ફેસ શીલ્ડ અને પ્લાસ્ટીક ગ્લોબ્ઝ પહેરીને મતદાન મથકે આવવાનું રહેશે અને મતદાન કરી શકશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *