વિકાસની રાજનીતિનો આ વિજય છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય અંગે મહાનગરોના મતદારોનો આભાર વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયને ગુજરાતની જનતા જનાર્દનનો વિજય વર્ણવતાં આ વિજય માટે ચૂનાવમાં પરિશ્રમ કરનારા સૌ કાર્યકર્તાઓને હ્દયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આ વિજય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસની રાજનીતિનો વિજય છે તેમ જણાવતાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં મહાનગરોના મતદારોએ મૂકેલા વિશ્વાસને ભાજપા એળે નહિ જવા દે. એટલું જ નહિ, આ મહાનગરોના વિકાસમાં પણ કોઇ કચાશ રહેવા દેશે નહિ. તેમણે વધુમાં જણાવ્યું કે, ૬ મહાનગરપાલિકાઓના મતદાતાઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના ગુજરાતને ભવ્ય વિજય અપાવીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત પૂરવાર કર્યુ છે અને ‘‘ગુજરાત મક્કમ ભાજપ સાથે અડીખમ’’ સુત્રને પણ સાર્થક કરી બતાવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરોના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગું જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય આ વિજય અપાવીને પૂરો પાડયો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *