
પરમ શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિના અવસર પર ૨૫મી ડિસેમ્બરને “સુશાસન દિવસ” તરીકે ઉજવવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર કાર્યક્રમનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઓનલાઇન કાર્યક્રમમાં કલેક્ટર કચેરી, ગાંધીનગરના સભાખંડ ખાતેથી જિલ્લાના અધિકારીઓ ઓનલાઇન માધ્યમ દ્વારા જોડાયા હતા.જેમાં ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવે ની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે પટેલ સહિત નિવાસી અધીક કલેક્ટરશ્રી તેમજ જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સુશાસન, પારદર્શક વહીવટ, જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ તથા જનસેવા સંબંધિત મુદ્દાઓ અંગે મુખ્યમંત્રીશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સુશાસન દિવસના અવસરે ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી ની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર કાર્યક્ષમ, પારદર્શક અને જનકેન્દ્રિત શાસન પ્રણાલીને વધુ સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
