ગુજરાતના પૂર્વ મહેસુલ તથા કાયદા મંત્રી અને કચ્છના ગણમાન્ય લોકનેતા શ્રી પ્રેમજીભાઈ ઠકકરની ૫૦ મી પુણ્યતિથિ નિમિતે યોજવામાં આવેલ ૪૯માં શ્રધ્ધાંજલિ સમારોહ

ગુજરાતના પૂર્વ મહેસુલ તથા કાયદા મંત્રી અને કચ્છના ગણમાન્ય લોકનેતા શ્રી પ્રેમજીભાઈ ઠકકરની ૫૦ મી પુણ્યતિથિ નિમિતે યોજવામાં આવેલ ૪૯માં શ્રધ્ધાંજલિ સમારોહના અતિથિ વિશેષ અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલએ જણાવ્યું હતું કે, વિરાટ વ્યકિત્વ ધરાવતા શ્રી પ્રેમજીભાઈ વિશે વાત કરવીએ ગાગરમાં સાગર સમાવવા જેવું કઠીન કામ છે. તેઓ આદર્શ શિક્ષક તેમજ કુશળ ધારાશાસ્ત્રી હતા. કચ્છના જાહેર જીવનમાં આઝાદી પહેલાં અને આઝાદી પછી તેમનું યોગદાન ખુબ જ મહત્વનું રહયું છે. સને -૧૯૬૮ના ભિષણ દુકાળ વખતે કચ્છની ૧૦ હજાર જેટલી ગાયોને દક્ષિણ ગુજરાતમાં સુરક્તિ રીતે સ્થળાંતર કરાવાનું તેમનું કાર્ય એ માહાકાવ્ય જેવું છે. કચ્છના પ્રશ્નો ઉકેલવા માટે તેમણે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કર્યુ હતું. તેમનું સમગ્ર જીવન તથા તેમણે કરેલા કામો પર કોઈ પણ વ્યકિતને પી.એચ.ડી. થિસીસ લખવા માટે ભાથું પુરૂ પડી શકે તેમ છે. તેમનું અદ્ભુત વ્યકિતત્વ સૌને હમેશા પ્રેરણા આપશે.

અધ્યક્ષીય ઉદ્બોધનમાં મૂર્ધન્ય સાહિત્યકાર તથા પ્રમાણભૂત વકતા શ્રી જયંતીભાઈ જોષી શબાબએ જણાવ્યું હતું કે, શ્રી પ્રેમજીભાઈએ તેમના કાર્યકાળ દરમિયાન આકાશવાણી ભુજ કેન્દ્ર સહિત કચ્છના બધાજ પ્રશ્નો ઉકેલવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ‘કચ્છી ભાષા સાહિત્ય વિકાસ મંડળ’ પ્રરત્યે તેમને નિષ્ઠા હતી. વજૂથી કઠોર અને પુષ્પથી કોમળ વ્યકિતત્વ ધરાવતા શ્રી પ્રેમજીભાઈને “ડિજીટલ એરસ્ટ”ના સામ્પ્રત સમયના અનુસંધાનમાં મૂલવતાં શ્રી પ્રેમજીભાઈના વ્યકિતત્વને “લવ એરસ્ટ” અને ‘સ્પ્રિચુઅલ એરસ્ટ” સમાન ગણાવી શકાય તેમ છે. તેમનું સમગ્ર જીવન પ્રેરણાના અક્ષરપાત્ર સમાન છે.

કાર્યક્રમના પ્રારંભમાં શ્રી પ્રેમજીભાઈ બી. ઠકકર મેમો. ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રી શંકરભાઈ સચદેએ ઉપસ્થિત સૌનું શાબ્દીક સ્વાગત કર્યુ હતું. તાજેતરમાં દેવલોક પામેલ આદર્શ શિક્ષક શ્રી ધનસુભાઈ ધોળકીયાને ટ્રસ્ટ તરફથી શ્રધ્ધાજલિ આપી હતી. મેનેજીંગ ટ્રસ્ટી શ્રી હીરેનભાઈ સચદેએ ડો. મોહનભાઈ પટેલનું “શબ્દ પ્રવેશ” પુસ્તકથી સન્માન કર્યુ હતું. ખંજાનચી શ્રી હિમાશું ચોથાણીએ શ્રી જયંતિભાઈનું શાલથી તેમજ ટ્રસ્ટી શ્રી હરેશભાઈ ઠકકરે “શબ્દ પ્રવેશ” પુસ્તકથી સન્માન કર્યુ હતું.

હતી. મંચસ્થ મહાનુભવોએ શ્રી પ્રેમજીભાઈની પ્રતિમાને ફુલહાર કરીને શ્રધ્ધાંજલિ આપી

ડો. મોહનભાઈ પટેલના વરદ હસ્તે બી.ઈ. કોમ્પ્યુટર ઈન્જિનીયરીંગના ત્રીજા વર્ષના વિધાર્થીની કુ. નિયતી એમ. ઠકકરને ટ્રસ્ટ તરફથી, બી.ઈ. ઈલેકટ્રીકલ ઈન્જિનીયરીંગના ત્રીજા વર્ષના વિધાર્થીની કુ. વૃંદાબેન ઠક્કરને શ્રી ઉર્મિશ સચદે તરફથી, બી.ડી.એસ.ના બીજા વર્ષના વિધાર્થીની કુ. પ્રિયા વર્માને શ્રી હિરેન સચદે તરફથી, બી.એ.એમ.એસ. બીજા વર્ષના વિધાર્થી શ્રી ધર્મ શાહને પ્રતાપભાઈ લોડાઈ વાળા તરફથી, બી.પી.ડી. ત્રીજા વર્ષના વિધાર્થી વત્સલ મહેશ્વરીને પુષ્પાબેન સચદે તરફથી, જયારે કોમ્યુટર સાયન્સ ઈન્જીનીયરીંગ પાંચમાં સેમીસ્ટરના વિધાર્થી માધવ ભાનુશાલીને શ્રી શંકરભાઈ સચદે તરફથી સ્કોલર શીપસ્ એનાયત કરવામાં આવી હતી.

શ્રી જયંતિભાઈ જોષીના વરદ હસ્તે ગીતાજી કેન્દ્રને ગીતાજી પુસ્તકોની ભેટ તથા સંસ્કૃત પ્રબોધ, પારંભ તથા પ્રવેશની પરીક્ષાઓ માટેની ફીની રકમ જયશ્રીબેન હાથી તથા શ્રી વિભાકર અંતાણીને અર્પણ કરવામાં આવેલ.

સંસ્કૃત પાઠશાળા તથા હાટકેશ અંબિકા મહિલા મંડળ તરફથી યોજવામાં આવેલ જુદી જુદી સ્પર્ધાઓના પ્રથમ ચાર વિજેતાઓને નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી તથા પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ઠકકરના વરદ હસ્તે ઈનામો આપવામાં આવેલ હતા.
સત્યમ તથા તાનારીરી સંસ્થા દ્વારા આયોજીત જુદી જુદી સ્પધાના પ્રથમ ચાર વિજેતાઓને પૂર્વ ધારાસભ્ય શ્રી શિવજીભાઈ આહિર, શ્રી અનિલભાઈ અજાણી, શ્રી જોરૂભા રાઠોડ, શ્રી ઝવેરભાઈ સોનજી, શ્રી એમ.એસ. જથમ, શ્રી અજીત માનસતા, શ્રી ધરમશી મહેશ્વરી, શ્રી રસીકભાઈ મકવાણા, વિજય સચદે તથા બીનાબેન ભાનુશાલીના વરદ્ હસ્તે ઈનામો આપવામાં આવેલ હતા.

આ પ્રસંગે ધારાશાસ્ત્રીઓ શ્રી દર્શક બુચ, શ્રી જે.આર. મહેતા, શ્રી મલ્હાર બુચ, શ્રી દિનેશ ઠકકર, શ્રી આર.એમ. ભાટ્ટી, શ્રી અશોકભાઈ માંડલીયા તથા સમાજીક અગ્રણીઓ ડો.મહેન્દ્રભાઈ ઠકકર, શ્રી જગદીશભાઈ મહેતા, શ્રી મગનભાઈ ઠકકર, શ્રી દિલીપભાઈ આચાર્ય, શ્રી મુકેશભાઈ ઉમરાણિયા, શ્રી નિતીનભાઈ દાવડા, શ્રી અશોક ઠકકર, શ્રી વિનેશ સચદે, શ્રી અનવર નોડે, પરમાનંદ જોષી, શ્રી અવિનાશ વૈધ, શ્રી ડી. એમ. વૈધ, શ્રી વિકાસ છાંગા, શ્રી મયુર ગોહિલ, શ્રીમતી પુષ્પાબેન વૈધ વગેરે અગ્રણીઓએ પ્રેમજીભાઈના તલચિત્રને ફુલહાર કરી, શ્રધ્ધાંજલિ આપી હતી.

કાર્યક્રમના અંતમાં ટ્રસ્ટી શ્રી ઉર્મિશ સચદેએ સૌનો આભાર માન્યો હતો. શ્રીમતી કાજલબેન ઠક્કરે સુત્ર સંચાલન કર્યુ હતું. શ્રી યશ સોલંકી તથા શ્રી હસુભાઈ ઠકકર વગેરે કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM