અમદાવાદ ખાતે શ્રી ઉત્તર ગુજરાત બાવનગોળ રાજપૂત સમાજ ‌દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત એ સંવાદ કર્યો

રાજપૂત સમાજ ભવન,‌‌ ગોતા, અમદાવાદ ખાતે શ્રી ઉત્તર ગુજરાત બાવનગોળ રાજપૂત સમાજ ‌દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં સમાજના અગ્રણીઓ સાથે ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત એ સંવાદ કર્યો.

ભાવનાત્મક લાગણી અને સામાજિક એકતાનો સંગમ એવા ‘સ્નેહમિલન’ સમારોહથી સમાજમાં સહકાર, સંસ્કાર અને સમરસતાનો વિકાસ થાય છે. પરિવારથી સમાજ સુધીના સંબંધોને મજબૂત બનાવતો આ ઉત્સવ સૌને એકજૂથ કરી સમાજપયોગી કાર્યો માટે પ્રેરણા આપે છે. યુવા પેઢી અને મહાનુભાવોની ઉપસ્થિતિએ આ પ્રસંગને વિશેષ બનાવ્યો.

તેમજ સંયુક્ત પરિવારની સંસ્કૃતિને જીવંત રાખનાર પૂત્ર-પૂત્રવધુઓનું સન્માન. એ આદર્શ પરિવાર મૂલ્યોને ઉજાગર કરતો પ્રેરણાસ્પદ કાર્યક્રમ ‌રહ્યો.

આ કાર્યક્રમમાં શ્રી મેહુલસિંહજી રાજપૂત, શ્રી શિવાજી રાજપૂત, ‌શ્રી પ્રહલાદસિંહજી રાજપૂત, શ્રી કિર્તિસિંહ રાણા, શ્રી ગોબરજી રાજપૂત, શ્રી મુકેશસિંહ રાજપૂત, શ્રી બળદેવજી રાજપૂત, શ્રી લક્ષ્મણસિંહ રાજપૂત, શ્રી રાજેશસિંહ રાજપુત, શ્રી સુરેન્દ્રસિંહ રાજપૂત તેમજ સમાજના આગેવાનો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *