શ્રેષ્ઠ શિક્ષક એટલે જીવનમાં જ્ઞાન અને ગુણોનું સિંચન કરનાર અને ક્ષણે ક્ષણે નવું શીખવનાર: ધારાસભ્ય ડૉ કુબેરભાઈ ડીંડોર

રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની પાયાની ભૂમિકા રહેલી છે. ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા વાર્ષિક સાધારણ સભા તથા શૈક્ષણિક અધિવેશનનું આયોજન રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી શ્રીમતી રિવાબા આર. જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં પૂર્વ શિક્ષણમંત્રી તથા સંતરામપુર વિધાનસભા ધારાસભ્ય ડૉ કુબેરભાઈ ડીંડોર શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવોની પ્રેરણાદાયી હાજરીમાં સફળતાપૂર્વક યોજાયું. આ અવસરે ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા પૂર્વ શિક્ષણમંત્રી તથા સંતરામપુર વિધાનસભા ધારાસભ્ય ડૉ કુબેરભાઈ ડીંડોર નું ભવ્ય સ્વાગત કરી અપાર સ્નેહ અને લાગણી પ્રગટ કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો વિદ્યાર્થીઓના શિક્ષણ અને સંસ્કારસિંચન પ્રત્યે સમર્પિત હોય તેવા શિક્ષકોનું સમાજમાં ખૂબ આદરભર્યું સ્થાન છે. કંકરમાંથી શંકર બનાવવાનું કામ કરતા ફરજનિષ્ઠ શિક્ષકોના હિત માટે રાજ્ય સરકાર સદૈવ પ્રતિબદ્ધ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *