કલ્યાણા ગામ માટે વિકાસની ભેટ – ₹ 2.80 કરોડના કામોનું ખાતમુહૂર્ત

સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામ ખાતે નાગરિકોની સુખાકારી અને સુવિધામાં વધારો કરતા મહત્વના વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે.માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹ 2 કરોડ 80 લાખના ખર્ચે મંજૂર થયેલા સીસી રોડ તેમજ વરસાદી પાણીના સુચારુ નિકાલ માટે બોક્સ કલવર્ટ ના નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત સિદ્ધપુરના લોકપ્રિય  ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, કલ્યાણા ગામના નાગરિકોને બારેમાસ ટકાઉ અને સુવિધાસભર માર્ગવ્યવસ્થા મળી રહે, ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવે અને ગામના સર્વાંગી વિકાસને વધુ વેગ મળે તે હેતુથી આ કામો મંજૂર કરવામાં આવ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સિદ્ધપુર વિધાનસભા ક્ષેત્રના દરેક ગામમાં પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી, ગટર અને લાઈટ મજબૂત બને અને સરકારની વિકાસ યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.”આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગામના આગેવાનો, કાર્યકરો અને વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સર્વશ્રી નંદાજી ઠાકોર, મુકેશભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, મહેશભાઈ દેસાઈ, છનાજી ઠાકોર, ડાયાભાઈ દેસાઈ, શૈલેષભાઈ પટેલ, અભુજી ઠાકોર, કાંતિભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, વિજયભાઈ મકવાણા, જસુભાઈ પટેલ, ભરતસિંહ, નાગજીભાઈ દેસાઈ, કિરણભાઈ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *