૨૫ વર્ષ સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી
મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા એ સુરત સાયન્સ સેન્ટર ખાતે સામાજિક સંસ્થાઓ એનજીઓ અને વેપારીઓ અગ્રણીઓ સાથે સંવાદ કર્યો.

“સેવા સંકલ્પ અભિયાન” સંદર્ભે એક મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માજી તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માર્ગદર્શન પૂરું પાડવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ વર્ચ્યુઅલ બેઠકમાં વરિષ્ઠ સમાજ આગેવાનો તથા સામાજિક સંસ્થાન, એનજીઓ, અને વેપારીશ્રીઓ, અગ્રણીઓ , સાથે સંવાદ કર્યો હતો. જેમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આગામી 17 સપ્ટેમ્બરથી યોજાનારા એક માસના સેવાકીય કાર્યક્રમોના આયોજન અને સફળ અમલીકરણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે સુરત મહાનગર અધ્યક્ષ પરેશ ભાઈ પટેલજી એ જણાવ્યું કે સુરત મહાનગર ધ્વારા ૧૭ મી સપ્ટેમ્બરે મોદી સાહેબ ના જન્મદિવસે તમના દીધૉયુષ્ય અને તંદુરસ્તી માટે અેક સાથે અદાજે ૧૦ લાખ દીવડા સાંજે ૭/૦૦ વાગે એક સાથે પ્રગટશે, ત્યાર બાદ ૭ મી આૅકટોમ્બરે દરેક વોડૅ મા થી મશાલ યાત્રા નીકળશે જે એક જગ્યાએ ભેગી થશે કારણ કે ૭ મી ઓક્ટોબરે મોદી સાહેબે ગુજરાત ના પહેલી વખત મુખ્યમંત્રી તરીકે ના શપથ લીધા હતા. સુશાસન દિવસ નિમિત્તે મશાલયાત્રાનું આયોજન કરવામાં આવશે.

આ પ્રસંગે સુરત મહાનગર ના શ્રેષ્ઠી આે સાથે સુરત મહાનગર ના યશસ્વી અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલજી તેમજ મેયરશ્રી માયાબેન માવાણી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ ધારાસભ્ય શ્રીઓ સેવા સંકલ્પ અભિયાન સુરત મહાનગર ના પ્રભારી મહામંત્રી શ્રી વિરલભાઈ ગિલીટવાલા મહામંત્રી શ્રીકરશન ભાઇ ગોંડલીયા મહામંત્રી શ્રી દુગા પ્રસાદ પાંડેજી તેમજ સુરત મહાનગર ના ૨૫ વર્ષ સેવા સંકલ્પ અભિયાન ના ઈનચાજૅ શ્રી જયેશભાઈ જોષી તેમજ સુરત મહાનગર સંગઠન ની ટીમ ઉપસ્થિત રહીયા હતા મોટી સંખ્યામાં વરિષ્ઠ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ રહ્યા હતા. અને સેવા, સંગઠન અને સમર્પણના ભાવ સાથે જનસેવાના કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ કર્યો હતો.આ બેઠક દરમિયાન “સેવા સંકલ્પ અભિયાન”ના સફળ અમલીકરણ, છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા અને સંગઠનાત્મક કાર્યોને વધુ વેગવંત બનાવવા સંદર્ભે પ્રદેશ નેતૃત્વ દ્વારા જરૂરી દિશા-નિર્દેશો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.