- ગાંધીનગર જિલ્લા ભાજપના ઉપક્રમે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા કાર્યશાળા યોજાઈઅભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તેમજ કાર્યક્રમોના અસરકારક અને સુચારૂ અમલીકરણ અંગે ભાજપા આગેવાનો અને કાર્યકર્તાઓને વિગતવાર માર્ગદર્શન આપતા શ્રી રાકેશભાઈ શાહ
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તથા દેશના પ્રધાનમંત્રી તરીકે પોતાના ૨૫ વર્ષના જાહેર જીવનમાં ‘સેવા પરમો ધર્મ’ ના ભાવ સાથે રાષ્ટ્રસેવા, જનસેવાના સંકલ્પને સાકાર કરવા માટે અનેક ઐતિહાસિક કાર્યો કર્યા હોવાનું જણાવતા શ્રી રમેશભાઈ સોલંકી 
-
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવાકીય અને સંકલ્પમય જાહેર જીવનને જન-જન સુધી પહોંચાડવા તેમજ સંગઠનના કાર્યકર્તાઓમાં સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને વધુ મજબૂત કરવા અપીલ કરતા શ્રી અનિલભાઈ પટેલ

-
ગાંધીનગર જિલ્લા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે પૂર્વ ધારાસભ્યશ્રી રાકેશભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં અને માનનીય જિલ્લા અધ્યક્ષશ્રી અનિલભાઈ પટેલની અધ્યક્ષતામાં તથા જિલ્લાના પ્રભારીશ્રી રમેશભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં સેવા અને સંકલ્પના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમ્યાન યોજાનાર ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં સ્વાગત પ્રવચન જિલ્લા મહામંત્રીશ્રી ભુલાભાઈ દેસાઈએ કર્યું હતું.
શ્રી રાકેશભાઈ શાહે આ કાર્યશાળામાં વિસ્તૃત માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવાકાળમાં સુશાસન, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, યુવા સશક્તિકરણ તથા રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટેના કાર્યો અને સંકલ્પો સિદ્ધ થયા છે. આ અભિયાન અંતર્ગત ૧૩ જેટલા વિશેષ કાર્યક્રમો યોજાશે જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સાંજે ૭.૦૦ કલાકે વિવિધ યોજનાઓના લાભાર્થી પરિવારો અને કાર્યકરો દ્વારા દીપ પ્રજવલન, છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાત અને દેશમાં થયેલા ઐતિહાસિક કાર્યો સંદર્ભે શાળાઓમાં ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાઓ, આંગણવાડી કેન્દ્રોમાં પોષણ-આરોગ્ય જાગૃતિ અને આંગણવાડી કાર્યકરોનું સન્માન, યોજનાઓની માહિતી આપવી, કોઈ લાભાર્થી લાભથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું, શેરી નાટકો દ્વારા જનકલ્યાણકારી યોજનાઓ અને દેશના પરિવર્તનની ગાથા લોકો સુધી પહોંચાડવી, ‘સેવા જ્યોતિ’ સાથે યાત્રા સાથે વિકસિત ભારત ૨૦૪૭નો સામૂહિક સંકલ્પ, વડનગર થી વારાણસી બાઈક યાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો આ અભિયાન હેઠળ એક મહિના દરમિયાન યોજાશે. 
શ્રી રમેશભાઈ સોલંકીએ કાર્યશાળાને સંબોધતા કહ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તથા દેશના પ્રધાનમંત્રી તરીકે પોતાના ૨૫ વર્ષના જાહેર જીવનમાં ‘સેવા પરમો ધર્મ’ ના ભાવ સાથે રાષ્ટ્રસેવા, જનસેવા અને અંત્યોદયના સંકલ્પને સાકાર કરવા માટે અનેક ઐતિહાસિક કાર્યો કર્યા છે. તેમના નેતૃત્વમાં દેશે વિકાસ, સુશાસન,આત્મનિર્ભરતા અને કલ્યાણકારી યોજનાઓના ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે.
શ્રી અનિલભાઈ પટેલે કહ્યું હતું કે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત આ જિલ્લા કાર્યશાળાનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવાકીય અને સંકલ્પમય જાહેર જીવનને જન-જન સુધી પહોંચાડવા તેમજ સંગઠનના કાર્યકર્તાઓમાં સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે. શ્રી પટેલે આ અભિયાનને સમગ્ર જિલ્લામાં વ્યાપક બનાવવા અને જન જનની સહભાગીતા સુનિશ્ચિત કરવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.આ કાર્યશાળામાં મહેસાણાના સાંસદશ્રી હરિભાઈ પટેલ, વિધાયક શ્રી બલરાજસિંહ ચૌહાણ,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા ભાજપા મહામંત્રીશ્રી પિયુષભાઈ પટેલ, શ્રી કિરીટસિંહ બિહોલા, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, જિલ્લા ભાજપના આગેવાનો, પદાધિકારીઓ, વિવિધ મોરચાના પદાધિકારીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા સદસ્યો તથા અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.