તારીખ ૮ સપ્ટેમ્બર થી ૧૭ સપ્ટેમ્બર સુધી નિરંકારી મિશન દિલ્હી દ્વારા ગાંધીનગર શહેર ઉપરાંત સમગ્ર ઝોન ની તમામ બ્રાન્ચોમાં એક પ્રચાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંગ્રા ( હિમાચલ પ્રદેશ) થી પધારેલા જ્ઞાન પ્રચારક મહાત્મા શ્રી અશોક શાસ્ત્રીજી તેમજ તેમની ટીમ ની અધ્યક્ષતામાં યોજાયેલ આ પ્રચાર યાત્રામાં દરેક જગ્યાએ બહોળો પ્રતિસાદ મળેલ. શ્રી અશોક શાસ્ત્રીજીએ જણાવ્યું કે નિરંકારી મિશન કોઈ સંપ્રદાય કે પંથ અથવા જુદો ધર્મ નથી પરંતુ એક આધ્યાત્મિક વિચારધારા છે જે સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજના આશીર્વાદથી બ્રહ્મજ્ઞાન દ્વારા આત્માનું પરમાત્મા ની સાથે મિલન કરી નિરંકાર પ્રભુ પરમાત્મા ના દર્શન કરાવી ભક્તિ કરવાનું કહે છે. નિરંકારી મિશનનું સ્પષ્ટ માનવું છે કે, જે કોઈની પણ પૂજા, અર્ચના કે ભક્તિ કરીએ તે મુબારક છે પરંતુ પહેલા તેની ઓળખાણ કરવી જરૂરી છે. આ પ્રચાર યાત્રા દરમિયાન અલગ અલગ જગ્યાએ આયોજિત સત્સંગના કાર્યક્રમો માં સેંકડો લોકો હાજર રહ્યા તથા બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ કરી પ્રભુના દર્શન કર્યા. આ સમગ્ર પ્રચાર યાત્રા દરમિયાન ગાંધીનગર ઝોન ના ઝોનલ ઇન ચાર્જ શ્રી એસ.એસ બલિયાનજીએ હાજર રહી સુંદર માર્ગદર્શન આપ્યું હતું તથા સુંદર વ્યવસ્થા ગોઠવી હતી તેમ ગાંધીનગરથી નિરંકારી મિશનના મીડિયા સહાયક કનૈયાલાલ દેવાણી ની યાદીમાં જણાવ્યું છે.
