અનાવલ વલ્લભાશ્રમ ખાતે મહુવા અંબિકા તાલુકા સહકારી સંમેલન યોજાયો

મયુર પટેલ

અંબિકા તાલુકાના અનાવલ વલભાશ્રમ ખાતે સહકારી સંમેલન ખૂબ મોટી સંખ્યામાં દૂધ મંડળીઓના તથા સહકારી મંડળીઓના સહકારી આગેવાનો કમિટી સભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો


કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ આવેલ દરેક સહકારી આગેવાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સહકારી આગેવાન માનસિંહભાઈ પટેલ નું સાલ ઓઢાળી પુષ્પગુચ્છ આપી સહકારી આગેવાનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું
સુમુલ ડેરીમાં મહુવા થી ચૂંટાયેલા નવ યુવાન એવા ધનંજયભાઈ પટેલે સૌને સહકારથી સમૃદ્ધિ તરફ જવા માટે સોને ભેગા મળી કામ કરવાની હાકલ કરી હતી
મહુવા સુગરના ડિરેક્ટર વિપુલભાઈ એ તેમના વાક્યમાં સુગર મિલના અસ્તિત્વને ટકાવી રાખવા શેરડીનો જથ્થો વધારવાના ઉત્પાદન વધારવું જરૂરી છે અને માનસિંહ ભાઈ પટેલની કામગીરીને બિરદાવી હતી
બારડોલીની અનાથ બાળકોના કલ્યાણ માટે કામ કરતી વાતલ્ય ટ્રસ્ટના શૈલેષભાઈ બારોટે સહકારી પ્રવૃત્તિઓને આગળ ધપાવવા સહકારી આગેવાનોના પ્રયાસોને બિરદાવતા હતા રાજ્યમા સૌથી વધુ શિક્ષકો અને સહકારી આગેવાનો આ વિસ્તારે આપ્યા છે
ગુજરાતના સહકારી ક્ષેત્રના ભીષ્મ ગણાતા માનસિંહભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવી કે સહકારી ક્ષેત્રને આગળ ધપાવવા સેવાની ભાવના ને મહત્વ આપી હાર જીતની આશા છોડી ભેગા મળી કામ કરી સહકારી ક્ષેત્રને આગળ લઈ જવાની હાકલ કરી હતી નવી પેઢીને સહકારી ક્ષેત્રના દાખલા બતાવી જૂની પેઢીની કામગીરીને જીવનમાં ઉતારી કામ કરવાની સમજણ આપી હતી પૈસાથી તોલાતો માણસ સમાજ માટે કંઈ જ ન કરી શકે સહકારી ક્ષેત્રની ચિંતા કરી તેના વિકાસ માટે હાકલ કરી હતી મુક્તમને ચૂંટણી બદલાવની વાત કરી સહકારી પ્રવૃત્તિને તોડનાર ને ખુલ્લા પાડી સહકારી સ્તંભને મજબૂત બનાવાની વાત કરી હતી
આ કાર્યક્રમમાં સુમુલ ડેરી ના પૂર્વ ચેરમેન માનસિંહભાઈ પટેલ, ધનંજયભાઈ પટેલ, તૃષારભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ,મહુવા સુગરના ડિરેક્ટરો, દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ તથા આગેવાનો કમિટી સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *