સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા પાસે શ્રી હરસિદ્ધિ (બોબડી) માતાજીના હવન અને ભવ્ય લોકડાયરામાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ

સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા પાસે શ્રી હરસિદ્ધિ (બોબડી) માતાજીના હવન અને ભવ્ય લોકડાયરામાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ

સિદ્ધપુર તાલુકાના દેથળી ચાર રસ્તા ખાતે શ્રદ્ધા અને ભક્તિના અદભૂત સંગમ સમા શ્રી હરસિદ્ધિ (બોબડી) માતાજીના હવન અને ભવ્ય લોકડાયરાના પાવન પ્રસંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ઉત્સવનું આયોજન સ્થાનિક શ્રી શક્તિ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.આ પાવન પ્રસંગે સિદ્ધપુર વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી બલવંતસિંહ રાજપૂત  વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતાજીના દરબારમાં શીશ ઝુકાવી પૂજન-અર્ચન અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ શુભ અવસરે તેમણે યજ્ઞકુંડમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણ કરી હતી અને જગતજનની મા હરસિદ્ધિના ચરણોમાં સમગ્ર પંથકની જનતાની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સલામતી માટે પ્રાર્થના કરી હતી.હવન બાદ મોડી સાંજે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉમટી પડીને માતાજીના ગુણગાન સાંભળ્યા હતા અને ભક્તિમય માહોલમાં તલ્લીન બન્યા હતા.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આવા ધાર્મિક કાર્યક્રમો આપણી સંસ્કૃતિ અને એકતાને જીવંત રાખે છે. આવા સુંદર અને ભવ્ય આયોજન બદલ તેમણે શ્રી શક્તિ યુવક મંડળના સર્વે આયોજકો અને કર્મઠ કાર્યકરોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.આ ધાર્મિક મહોત્સવમાં શ્રી રણજીતભાઈ સોલંકી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ ચૌધરી, શ્રી કૌશલભાઈ જોશી, શ્રી અંકુરભાઈ મારફતિયા, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી મહેશભાઈ દેસાઈ, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી અઝહરભાઈ સૈયદ સહિત યુવા મોરચાના પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *