
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસી, બાકરોલમાં વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની ઉત્સાહભેર અને આનંદમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ ફાર્માસિસ્ટની આરોગ્યસેવામાં રહેલી મહત્વપૂર્ણ ભૂમિકા, કૌશલ્ય અને સમાજમાં તેમના યોગદાન અંગે જાગૃતિ કેળવવાનો તેમજ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, ટીમવર્ક અને ફાર્મસી પ્રત્યેની રુચિને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. નેહલ શાહ, આઇ.ક્યુ.એ.સી. કો–ઓર્ડીનેટર ડૉ. રાહિલ ભુરા, તથા તમામ અધ્યાપકગણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વિવિધ રસપ્રદ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાર્મા કોયડા પડકાર, રંગોળી બનાવવાની સ્પર્ધા, આરએક્સ – ફાર્મસીનું પ્રતીક તથા ફાર્મા નુક્કડ નાટક. જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા, ટીમવર્ક અને ફાર્માસ્યુટિકલ જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું.
આ કાર્યક્રમનાં સફળ આયોજન બદલ સંસ્થાના સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓ અને સ્પેક મેનેજમેન્ટ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.