પ્રખર રાષ્ટ્ર ભક્ત રાષ્ટ્રસેવિકા સમિતિ ના કાર્યકર્તા સંસ્કૃત વિદુષી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ કુંજલ ત્રિવેદી વિદ્યાભારતી પ્રકલ્પ દ્વારા આયોજિત નમામિ ભારતમ ,વંદેમાતરમ ગીત ના સામૂહિક ગાયન સફળ કાર્યક્રમ ના સંયોજિકા બની જબદારી નિભાવી કાર્યક્રમ સંપન્ન કર્યો

તા .25.9.2026 ના રોજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને વિદ્યાભરતી અખિલ શિક્ષા સંસ્થા દિલ્હીના સંયુકત ઉપક્રમે નમામિ ભારતમ આ શીર્ષક હેઠળ વંદેમતરમ (સંપૂર્ણ) સામૂહિક ગાયન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ સંઘીય પ્રકલ્પ નો હોવાથી પૂર્ણ અનુશાશન અને નિયમાનુસાર યુક્ત થયો.
આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને કાર્યક્રમ ના સંયોજિકા તરીકે ….
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પુરાણ વિભાગ ના આસિસ્ટન્ટ અધ્યાપિકા અને પ્રખર રાષ્ટ્ર ભક્ત સૌરાષ્ટ્ર પ્રાંત માં ગીર સોમનાથ જિલ્લામાં બૌદ્ધિક વિભાગ ના કાર્યકર્તા એવા ડૉ કુંજલ ત્રિવેદી ને સોંપવામાં આવી હતી…આ કાર્યક્રમ નો આરંભ દીપ પ્રાગટય થી થયો ત્યારબાદ ……11 વાગે સામૂહિક મૌખિક વંદેમતરમ ગીત નું ગાયન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ નો ઉદ્દેશ એક સ્વર એક સમય એક રાષ્ટ્રીય ચેતના નો હતો … કાર્યક્રમ માં શાબ્દિક સ્વાગત ભાષણ અને કાર્યક્રમ ની વિષય .. તેજાબી વક્તા તરીકે રાષ્ટ્ર હિતમાં આપણા કર્તવ્ય નિષ્ઠા લક્ષી કાર્ય પ્રસ્તુતિ સંયોજિકા ડો .કુંજલ ત્રિવેદી જીએ કરી .


આ કાર્યક્રમ ના અઘ્યક્ષ અને પ્રભારી કુલપતિ પ્રો નરેન્દ્ર પંડ્યા જી ઉપસ્થિત રહ્યા હતા અને અઘ્યક્ષીય રાષ્ટ્રીય ચેતના અને રાષ્ટ્રકર્યો ઉપર પ્રવચન આપેલ હતું. કાર્યક્રમ માં અનુસ્નાતક વિભાગ ના નિદેશક પ્રો વિનોદ ઝા એ પણ રાષ્ટ્રીય ગીતનો અર્થ સમજાવ્યો હતો ….. સાથે શોધ નિદેશક ડૉ ડી એમ મોકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શૈક્ષણિક સ્ટા ફ અને સમગ્ર વિદ્યાર્થીઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.અંત માં આ કાર્યક્રમ ના સંયોજિકા ડૉ કુંજલ ત્રિવેદી ની ને માનનીય પ્રભારી કુલપતિ ના હસ્તે કાર્યકમ ના સફળ આયોજન બદલ સંયોજિકાનું સર્ટિફિકેટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા ને આ સમગ્ર કાર્યક્રમ નું ઉર્જાવંત ઉત્તમ આયોજન અને સંયોજન કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ નું સમગ્ર સંચાલનબીએડ ની વિદ્યાર્થી ની દૃષ્ટિ ચાવડા એ કર્યુ હતું અને આભાર વિધિ બીએડ છાત્રા રિદ્ધિ ભિમાણી એ કરી હતી.
અંત માં વંદેમતરમના નારા સાથે પૂર્ણતા મંત્ર ની રાષ્ટ્રીય હિત ની પ્રાર્થના સાથે અને મહાદેવ સોમનાથ ની કૃપા થી નિર્વિઘ્ને કાર્યક્રમ પૂર્ણ થયો એ નિમિતે સોમનાથ મહાદેવ ના ચરણો માં નમન કરી આ કાર્યક્રમ સામૂહિક ગ્રૂપ ફોટો પાડીને કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *