
સિદ્ધપુર – પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સિદ્ધપુર સ્થિત ગાંધી નિકેતન સમોડા સંચાલિત ખાદી ગ્રામઉદ્યોગ ભંડાર ખાતે વિશેષ ખાદી ખરીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સિદ્ધપુરના ધારાસભ્યશ્રી બલવંતસિંહજી રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખાદીની ખરીદી કરીને સ્થાનિક કારીગરો અને ગ્રામઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુના સ્વાવલંબન અને સ્વદેશીના વિચારોને સાકાર કરવા માટે ખાદી એ માત્ર વસ્ત્ર નહીં પરંતુ એક વિચારધારા છે. આપણે સૌએ સ્થાનિક કારીગરોને ટેકો આપવા માટે વધુમાં વધુ ખાદી અપનાવવી જોઈએ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ ના સંકલ્પને મજબૂત બનાવવો જોઈએ.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, શહેર ભાજપ પ્રમુખશ્રી, APMC ચેરમેનશ્રી, જિલ્લા મંત્રીશ્રી, તાલુકા તથા શહેર મહામંત્રીશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ, નગરપાલિકા સદસ્યશ્રીઓ, મહિલા મોરચો તથા યુવા મોરચાના હોદ્દેદારો અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.