રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગની કામગીરીની પ્રશંસા

મયુર પટેલ

તાજેતરમાં યોજાયેલ ચિંતન શિબિરમાં રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવતી કામગીરીની નોંધ લઈ કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારના જુદા જુદા વિભાગના કામો તેમજ સરકારની વિવિધ યોજનાઓ તથા વિકાસલક્ષી કામગીરીનું અસરકારક આયોજન, સમયબદ્ધ અમલીકરણ અને ગુણવત્તાસભર કામગીરી માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. માન. મુખ્યમંત્રીના વ્યક્તવ્યમાં જણાવ્યા મુજબ “દેશ પર જ્યારે મુશ્કેલી આવે ત્યારે કટોકટીના સમયે રાત દિવસ ચોવીસ કલાકમાં સમયબદ્ધ કામ પૂર્ણ કરી શકે તેવા વિભાગ તરીકે એક માત્ર માર્ગ અને મકાન વિભાગ જણાવ્યું. આમ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવથી કામગીરીની નોંધ લઈ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓના કાર્યની પ્રશંસા કરી હતી.
માનનીય મુખ્યમંત્રીશ્રી તરફથી મળેલ આ પ્રોત્સાહનથી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો છે. ભવિષ્યમાં પણ પ્રજાલક્ષી કામગીરીને વધુ અસરકારક, પારદર્શક અને ગુણવત્તાસભર રીતે હાથ ધરવા વિભાગ કટિબદ્ધ છે.
આ પ્રશંસા સમગ્ર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ગૌરવની બાબત છે તેમજ વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવા માટે પ્રેરણારૂપ બની છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *