માંડવી તાલુકા હેલ્થ સેન્ટર ખાતે “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ

રાકેશ વાળા

માંડવી તાલુકા હેલ્થ સેન્ટર ખાતે માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબના અધ્યક્ષસ્થાને “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ટીબી રોગ અંગે જનજાગૃતિ અને નિવારણ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ટીબી રોગ અંગે લોકોમાં જાગૃતિ વધે, સમયસર તપાસ અને યોગ્ય સારવાર મળી રહે તેમજ ટીબીના સંપૂર્ણ નાબૂદીના સંકલ્પને સાકાર કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌના સહયોગ, જનજાગૃતિ અને જનભાગીદારીનું આહ્વાન કર્યું હતું.
ચાલો, સૌ સાથે મળીને ટીબી મુક્ત ભારતના નિર્માણમાં સહભાગી બનીએ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *