નવનીત એજ્યુકેશનના એવોર્ડ સમારંભમાં નવનિર્માણ વિદ્યાલયના બે શિક્ષકોનું સન્માન

સુરતના ક્ષિતિજ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ, અડાજણ, સુરત ખાતે નવનીત એજ્યુકેશન તરફથી એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સુરત જિલ્લાના 157 શિક્ષકોને ‘Best Teacher – Excellence in Teaching’ એવોર્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભરથાણા–વેસુ ,સુરત સ્થિત નવનિર્માણ વિદ્યાલયનાં શિક્ષિકા દર્શનાબેન પટેલ તથા શિક્ષક મહેશકુમાર વસાવા તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામગીરી બદલ એવોર્ડ માટે પસંદગી પામ્યા હતા. તેમને એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નવનિર્માણ વિદ્યાલયના બંને શિક્ષકોને મળેલા આ સન્માનથી શાળાના આચાર્ય શ્રી વિમલકુમાર ચુડાસમા એ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા, તેમજ શાળા પરિવાર દ્વારા આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *