
દાંતા પ્રાંત કચેરી ખાતે કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જનસુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન મંત્રીશ્રીએ ઉપસ્થિત નાગરિકોની રજૂઆતો સાંભળી તેમની સમસ્યાઓ અને પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. જનસુનાવણીનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તેમજ તેમની રજૂઆતોને યોગ્ય સ્તરે પહોંચાડી સમયસર ઉકેલ સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. આ પ્રસંગે નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરી લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જનસુનાવણી દરમિયાન મંત્રીશ્રીએ નાગરિકોની રજૂઆતો અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા માર્ગદર્શન આપ્યું હતું. નાગરિકોની રજૂઆતોને ગંભીરતાથી લઈ નિયમોનુસાર અને સમયમર્યાદામાં યોગ્ય ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
જનસુનાવણી વખતે બોધણી ગામના રહેવાસીશ્રી રબારી વિહાભાઈ અણદાભાઈએ જણાવ્યું હતું કે, મેં રાહતના પ્લોટ માટે અરજી કરી હતી. કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા મને પ્લોટની સનદ આપવામાં આવી છે. આ બદલ હું રાજ્ય સરકારશ્રી અને મંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. જનસુનાવણીના માધ્યમથી નાગરિકોની રજૂઆતો સાંભળી તેમના પ્રશ્નોના નિરાકરણ માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.