રૂની તીર્થે પંન્યાસ પ્રવર શીલરત્ન મહારાજાને આચાર્ય પદવી અર્પણ અને બે મુમુક્ષુઓની દીક્ષા યોજાઇ.

સૈનિક સરહદની સુરક્ષા કરે છે,જ્યારે સાધુ સંસ્કારોની સુરક્ષા કરે છે-નૂતન આચાર્ય શીલરત્નસૂરી
બનાસકાંઠાની ના રૂની તીર્થના ઉપક્રમે કાંકરેજ કેસરી ગચ્છાધિપતિ પ.પૂ.આ. કલ્પજયસૂરીશ્વરજી મ.સા,જ્યોતિષાચાર્ય ડો પ.પૂ.આ હેમચંદ્ર સૂરીશ્વરજી મ.સા,લબ્ધિ કૃપાપાત્ર પ.પૂ.આ શીલરત્નસૂરીશ્વરજી મ.સા,પ્રવચન પ્રભાવક પ.પૂ.આ કલ્પેન્દ્રસૂરીશ્વરજી મ.સા,પ્રવચન પ્રભાવક પ.પૂ.આ હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મ.સા,પં.પ્ર ભક્તિરત્ન વિ.મ.સા, પં.પ્ર પ્રશાંતશેખર વિ.મસા,આજીવન ચરણોપાસક પં.પ્ર શીલરત્ન વિ.મ.સા આદિ ઠાણા-20 તથા 200 સાધ્વીજી ભગવંતોની પાવનકારી નિશ્રામાં આચાર્ય પદવી એવમ મુમુક્ષુ સ્નેહા તથા સલોની ની દીક્ષા યોજાઈ.સવારે 7:00 કલાકે ચતુર્વિધ સંઘની સાથે ભક્તિ મંડપમાં મંગલ પ્રવેશ.8:00 કલાકે પદવીની વિધિનો પ્રારંભ થયો.અને વિજય મુહૂર્ત પંન્યાસ શીલરત્ન વિ.મ.સા ને આચાર્ય પદ પ્રદાન અર્પણ કરવામાં આવેલ.અને સાથે સાથે સ્નેહાબેન અને સલોનીબેન ને રજોહરણ અર્પણ કરવામાં આવેલ.આ પ્રસંગે જણાવામાં આવ્યુ હતુ કે પંન્યાસ શીલરત્ન વિ.મ.સા નું સંસારી નામ શૈલેષકુમાર હતું તેમાંથી મુનિ શીલરત્ન વિ.મ.સા બન્યા.અને જન્મ જામનગર માં થયો.માતાનું નામ અશ્રુબેન અને પિતાનું નામ સેવંતીભાઈ હતું.તેમણે વિક્રમ સંવત-2038 ના માગસર સુદ-3 ના દીક્ષા ગ્રહણ કરેલ.અને ગચ્છાધિપતિ પ.પૂ.આ.કલ્પજયસૂરી મ.સા ના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરીયું.સં-2074 ના માગસર સુદ-7 ના રોજ રૂની તીર્થ મધ્યે પંન્યાસ પદવી અર્પણ કરવામાં આવી હતી. જામનગર નિવાસી મુમુક્ષુ સ્નેહાબેન નું નામ સાઘ્વીજી શ્રી શ્રેયસ્વિતા શ્રીજી મ.સા તથા મુમુક્ષુ સલોનીબેન નું નામ સાઘ્વીજી શ્રી સત્વષિતા શ્રીજી મ.સા પાડવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે નૂતન આચાર્ય શીલરત્નસૂરીશ્વરજી મ.સા એ પ્રવચન આપતા જણાવેલ કે સંન્યાસ કે સંયમ સીજીવન અત્યંત વિશિષ્ટ છે.જૈન દીક્ષા માત્ર ધાર્મિક ઉદ્દેશથી ક્રિયા થતી નથી.પરંતુ તેમાં સમાજનું, રાષ્ટ્રનું,પરિવારનું કલ્યાણ રહેલ છે.જૈન સાધુ પોતાના તથા રાષ્ટ્રના કલ્યાણ માટે અનેક કષ્ટોને હસતા મોઢે આવકારે છે.પરિવાર સંપત્તિ જેવી અનેક સુવિધા છોડે છે.માટે અત્યંત સન્માનનીય બને છે.આ પ્રસંગે સૂરી મંત્ર,નવકાર વાળી,મંત્ર પોથી,જાપનું આસન,વાસક્ષેપ નો બટવો વિગેરે અર્પણ કરવામાં આવેલ.જેનો લાભ વિવિધ ગુરૂ ભક્તો એ લીધેલ.સાથે સાથે શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદાને હીરા જડિત ભવ્ય આંગી અર્પણ કરવામાં આવેલ. અને દરેક દાતા પરિવારોના રજતની મોમેન્ટ,સાલ, માળા,શ્રીફળ, દ્વારા બહુમાન કરવામાં આવેલ.આ પ્રસંગે ગોડીજી પાર્શ્વનાથ તીર્થ પ્રભાવક ટ્રસ્ટ તથા શ્રી ભક્તિ વિનય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દરેક પરિવારોનું હાર્દિક સ્વાગત તથા અનુમોદના કરવામાં આવેલ.આ પંચાન્હિકા મહોત્સવ દરમ્યાન દરરોજ પરમાત્માની ભવ્ય આંગી,અનુકંપાદાન, જીવદયા,સાધર્મિક ભક્તિ વગેરે કરવામાં આવી રહી છે.આ મહોત્સવ પ્રસંગનો અલગ અલગ પરિવારોએ લાભ લીધેલ.આ પ્રસંગે મુંબઈ, અમદાવાદ,સુરત,થરા,પાટણ, ડીસા વગેરેથી ભાવિકો ઉપસ્થિત રહેશે


