
શિક્ષણ એ સમાજની પ્રગતિનો પાયો છે.શ્રી પાંચસો પાટણવાડા રાવત (સેનમા) વિકાસ મંડળ, સિદ્ધપુર દ્વારા રાવત રામજી મંદિર ખાતે આયોજિત 20મા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ તેમજ નવનિયુક્ત અને નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં સિદ્ધપુર ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતની ખાસ ઉપસ્થિતિ રહી.આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. સાથે જ નવનિયુક્ત કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા તથા નિવૃત્ત કર્મચારીઓની વર્ષોની નિષ્ઠાપૂર્વકની સેવાને બિરદાવી.આવા પ્રેરણાદાયી કાર્યક્રમો યુવા પેઢીમાં શિક્ષણ પ્રત્યે અભિરુચિ, આત્મવિશ્વાસ અને ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

સમાજમાં શૈક્ષણિક જાગૃતિ, એકતા અને સામાજિક ઉત્થાન માટે સતત કાર્યરત શ્રી પાંચસો પાટણવાડા રાવત (સેનમા) વિકાસ મંડળના તમામ પદાધિકારીઓ અને આયોજકોને સુંદર આયોજન બદલ ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપુત એ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં પૂજ્યશ્રી પ્રકાશ મહારાજ, શ્રી લાલજીભાઈ, શ્રી નરેશભાઇ, શ્રી અશોકભાઈ, શ્રી બળદેવભાઈ, શ્રી બાબુભાઈ રાવત, શ્રી અમૃતભાઈ, શ્રી ભીખાભાઇ તેમજ કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.